Connect Gujarat
દેશ

આ ફિલ્મમાં હશે વાજપેયીની ભૂમિકા, અનુપમ ખેર છે લીડ રોલમાં!

આ ફિલ્મમાં હશે વાજપેયીની ભૂમિકા, અનુપમ ખેર છે લીડ રોલમાં!
X

રાજધાની દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એ.આઈ.આઇ.એમ.એસ.)માં ભરતી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત હજુ પણ નાજુક છે. છેલ્લા ૨૪ કલાકમાં તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નથી. આ દરમિયાન એક તસવીર વાઇરલ થઇ રહી છે. આ તસવીર ભૂતપૂર્વ પી.એમ. મનમોહન સિંહ પર બની રહેલી ફિલ્મ 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર'ની છે.

આ ફિલ્મમાં મનમોહન સિંહના પાત્રમાં અનુપમ ખેર જોવા મળશે. અભિનેતા રામ અવતાર ભારદ્વાજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવશે. થોડા દિવસ પહેલા આ ફિલ્મની એક તસવીર અનુપમ ખેરે ટ્વિટ કરી ફિલ્મના પાત્રોની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર, ડો. મનમોહન સિંહના તે વખતના મીડિયા સલાહકાર સંજય બારુની પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર: ધ મેકિંગ એન્ડ અનમકિંગ ઓફ મનમોહન સિંહ' પર આધારિત ફિલ્મ છે, અને આ ફિલ્મને વિજય રત્નાકર ગુટ્ટે દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.આ ફિલ્મમાં મનમોહન સિંહના પાત્રમાં અનુપમ ખેર જોવા મળશે.

આ ફિલ્મનું દિગ્દર્શન વિજય રત્નાકર કરી રહ્યા છે અને હંસલ મેહતા ફિલ્મના ક્રિએટીવ નિર્માતા છે. ફિલ્મમાં અક્ષય ખન્ના સંજય બારૂના રૂપમાં જોવા મળશે. જર્મેન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકામાં હશે અને રાહુલ ગાંધીનું પાત્ર અર્જુન માથુર ભજવશે.

Next Story