નર્મદા ડેમ 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીએ : સરદાર પટેલનું સ્વપ્ન સાકાર
BY Connect Gujarat15 Sep 2019 1:19 PM GMT

X
Connect Gujarat15 Sep 2019 1:19 PM GMT
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ રવિવારે મોડી સાંજે તેની 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. 2017માં ડેમ ખાતે 30 દરવાજા લાગી ગયા બાદ ડેમની મહત્તમ સપાટી 121.92 મીટરથી વધીને 138.68 મીટર સુધી થઇ હતી.
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં 6.94 લાખ કયુસેક પાણી આવી રહયું છે. છેલ્લા 5 દિવસ ઉપરાંતથી ડેમના 23 દરવાજાઓ ખોલી નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે પણ ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતાં રવિવારે મોડી સાંજે નર્મદા ડેમ તેની 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. અત્યારે પણ ડેમના 23 દરવાજા ખોલી 6.49 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે.
Next Story