Home > Featured > વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે
BY Connect Gujarat25 Jan 2021 3:32 AM GMT

X
Connect Gujarat25 Jan 2021 3:32 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સની મદદથી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર અંતર્ગત બાળ શક્તિ પુરસ્કાર, અસાધારણ યોગ્યતા અને નવીકરણ , શાળાકીય ઉલબ્ધી, ખેલકૂદ, કલા અને સંસ્કૃતિ , સામાજિક સેવા અને બહાદુરીના ક્ષેત્રે ઉત્કૃષ્ઠ ઉપલબ્ધિ બદલ પ્રદાન થાય છે.
આ વર્ષે બાળશક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરના 32 બાળકોની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર -2021 માટે પસંદગી થઇ છે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્ર માટે સાત, નવીકરણ ક્ષેત્ર માટે 9 અને શાળાકીય ઉપલબ્ધિ માટે પાંચ વિજેતા બાળકોને પુરસ્કાર એનાયત થશે. ત્રણ બાળકોને તેમની બહાદુરી માટે અને એક બાળકને સમાજસેવાના ક્ષેત્રમાં તેના પ્રયાસો બદલ પુરસ્કારથી નવાજવામાં આવશે.
Next Story