Connect Gujarat
Featured

ખાનગી કંપનીઓને ટ્રેન દોડાવવાની મંજૂરી, ગુજરાતને ફાળે આવી 36 ટ્રેન, વાંચો વિગતો

ખાનગી કંપનીઓને ટ્રેન દોડાવવાની મંજૂરી, ગુજરાતને ફાળે આવી 36 ટ્રેન, વાંચો વિગતો
X

રેલવેએ દેશમાં ખાનગી ટ્રેનો દોડાવવાના પ્રોજેક્ટના ભાગરૂપે હાલના રેલ નેટવર્ક પર 109 જોડી રૂટ પર ખાનગી કંપનીઓને ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. જેની મહત્તમ સ્પીડ કલાક દીઠ 160 કિલોમીટરની રહેશે.

રેલવેએ પસંદ કરેલા રૂટમાં ગુજરાતને ફાળે 36 ટ્રેન આવી છે. આ તમામ ટ્રેનો હાલની રેગ્યુલર ટ્રેનોની સરખામણીમાં 15 મિનિટથી લઈ 1 કલાક વહેલી પહોંચાડશે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પેસેન્જરોએ રેગ્યુલર ટ્રેનની સરખામણીમાં 2થી 3 ગણો વધુ ચાર્જ ચૂકવવો પડશે. પેસેન્જરોને તેમની પસંદગીની સીટ માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે. વધુ લગેજ હોય તો વધારાનો લગેજ ચાર્જ ચૂકવવો પડશે.

વાંચો, કઈ 36 ટ્રેનો થશે શરૂ

  • મુંબઈ - નવી દિલ્હી એક્સપ્રેસ ડેઈલી (અપ-ડાઉન)
  • મુંબઈ - અમદાવાદ એક્સપ્રેસ ડેઈલી (અપ-ડાઉન)
  • સુરત - મુંબઈ એક્સપ્રેસ ડેઈલી (અપ-ડાઉન)
  • મુંબઈ - વડોદરા એક્સપ્રેસ ડેઈલી (અપ-ડાઉન)
  • સુરત - વારાણસી એક્સપ્રેસ વિકલી (અપ-ડાઉન)
  • સુરત - પટના એક્સપ્રેસ વિકલી (અપ-ડાઉન)
  • મુંબઈ - દિલ્હી એક્સપ્રેસ ડેઈલી (અપ-ડાઉન)
  • મુંબઈ - ઇન્દોર એક્સપ્રેસ ત્રણ દિવસ (અપ-ડાઉન)
  • અજમેર - મુંબઈ એક્સપ્રેસ ડેઈલી (અપ-ડાઉન)
  • જયપુર - મુંબઈ એક્સપ્રેસ બાય વિકલી (અપ-ડાઉન)
  • બેંગલુરુ - જયપુર એક્સપ્રેસ વિકલી (અપ-ડાઉન)
  • જોધપુર - ચેન્નઈ એક્સપ્રેસ 5 દિવસ (અપ-ડાઉન)
  • જોધપુર - સાબરમતી એક્સ. શનિવારે નહીં (અપ-ડાઉન)
  • પ્રયાગરાજ - અમદાવાદ એક્સ. બાય વિકલી (અપ-ડાઉન)
  • ભોપાલ - રાજકોટ એક્સપ્રેસ વિકલી (અપ-ડાઉન)
  • મુંબઈ - ભોપાલ એક્સપ્રેસ ડેઈલી (અપ-ડાઉન)
  • સુરત - આસનસોલ એક્સપ્રેસ વિકલી (અપ-ડાઉન)
  • દિલ્હી - સાબરમતી એક્સપ્રેસ ડેઈલી (અપ-ડાઉન)

Next Story