• દેશ
 • દુનિયા
વધુ

  દેશ-દુનિયામાં નહીં બ્રહ્માંડમાંય મોદી: ઈસરોએ અવકાશમાં ઈ-ભગવદ ગીતા અને મોદીની તસવીર મોકલી, અમેરિકાના 13 સહિત 19 ઉપગ્રહો લોન્ચ કર્યા

  Must Read

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો...

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર...

  ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર(SDSC)માંથી એક લોન્ચ પેડના સહારે રવાના કરવામાં આવ્યું છે. આ રોકેટથી 637 કિલોના બ્રાઝીલિયાઈ ઉપગ્રહ અમેઝોનિયા-1 સહિત 18 અન્ય સેટેલાઈટ્સ પણ અંતરિક્ષમાં મોકલાઈ રહ્યાં છે. તેમાંથી 13 અમેરિકાના છે. આ જ મિશનમાં ઈસરોએ અંતરિક્ષમાં ભગવદ ગીતા અને વડાપ્રધાન મોદીની તસવીર મોકલી છે.

  2021માં ભારતનું આ પ્રથમ અંતરિક્ષ અભિયાન PSLV રોકેટ માટે ઘણુ લાંબુ હશે, કારણ કે તેને ઉડવાની સમય સીમા 1 કલાક 55 મિનિટ અને 7 સેકન્ડની હશે. રવિવારે સવારે રોકેટના લોન્ચિંગની સાથે જ ભારત તરફથી લોન્ચ કરવામાં આવેલા વિદેશી સેટેલાઈટની કુલ સંખ્યા 342 થઈ ગઈ છે.

  ઈસરો 28 ફેબ્રુઆરીએ PSLV-C51 રોકેટથી બ્રાઝીલના સેટેલાઈટ Amazonia-1 અને ત્રણ ભારતીય સેટેલાઈટ/ પેલોડ લોન્ચ કર્યા છે. આ ત્રણેય ભારતીય સેટેલાઈટ ભારતના જ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. તેના નામ આનંદ, સતીશ ધવન સેટેલાઈટ અને યુનિટી સેટ છે. સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. તેમાં ભગવદ ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને નામ પણ સામેલ છે.

  સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સીઈઓ ડૉ. કેસને કહ્યું કે, અમારા જેવા સ્ટાર્ટઅપને મોકો આપવો જોઈએ. તેથી અમે ઘણાં લોકોના નામ મંગાવ્યા હતા. અમારી પાસે અંદાજે 25 હજાર નામ છે, જેમાંથી 1000 નામ ભારતની બહારના લોકોના છે. હવે આ નામ સેટેલાઈટ દ્વારા અંતરિક્ષમાં જશે. તેમાં વડાપ્રધાન મોદીનું નામ અને ફોટો સેટેલાઈટના ઉપરની પેનલ પર છે. આ પહેલીવખત છે જ્યારે ભારતની ખાનગી કંપનીના સેટેલાઈટમાં લોકોના નામ અંતરિક્ષમાં જઈ રહ્યા છે.

  ISROના જણાવ્યા મુજબ, અમેજોનિયા-1 ઉપગ્રહની મદદથી એમેઝોન ક્ષેત્રમાં વનોની કાપણી અને બ્રાઝીલમાં કૃષિ ક્ષેત્ર સંબંધિત અલગ-અલગ વિશ્લેષણો માટે યુઝર્સને રિમોટ સેન્સિંગ ડેટા આપીને હાલની વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનું કામ કરવામાં આવશે.

  18 અન્ય સેટેલાઈટ્સમાં ચાર ઈન સ્પેસ છે. તેમાંથી ત્રણ ભારતીય શૈક્ષણિક સંસ્થાનોના સંઘ યુનિટીસેટ્સના છે, જેમાં શ્રીપેરંબદુરમાં સ્થિત જેપ્પિઆર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, નાગપુરમાં સ્થિત જીએચ રાયસોની કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને કોઈમ્બતુરમાં સ્થિત શ્રીશક્તિ ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સામેલ છે. એકનું નિર્માણ સતીશ ધવન સેટેલાઈટ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે અને 14 એનએસઆઈએલના છે.

  ISROના અધ્યક્ષ કે.સિવને ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે રવિવારે સવારે 10.24 મિનિટે રોકેટના લોન્ચ થવાના કાઉન્ટડાઉનની શરૂઆત શનિવારે સવારે 8.54થી થઈ ગઈ હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...

  More Articles Like This

  - Advertisement -