Connect Gujarat
Featured

આજથી PTCની પ્રવેશ પ્રક્રિયા શરૂ, ઓફલાઈન ફોર્મ ભરાશે

આજથી PTCની પ્રવેશ પ્રક્રિયા શરૂ, ઓફલાઈન ફોર્મ ભરાશે
X

રાજ્યમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે શિક્ષણને લખતા તમામ કાર્ય ઓનલાઈન કરી દીધા છે. ત્યારે આજે પીટીસીની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન થવા જઈ રહી છે.

13 જુલાઈથી 23 જુલાઈ સુધી કોલેજ ખાતે ફોર્મ ભરાશે. સરકારે આ વર્ષે પીટીસીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા રદ કરી છે અને સેન્ટ્રલાઈઝડ પ્રક્રિયા પણ હટાવી નાખી છે. નોંધનીય છે કે, પહેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી પીટીસીમાં પ્રવેશ લેતા હતા. જોકે છેલ્લા વર્ષથી પીટીસીની સીટમાં પણ અછત જોવા મળી રહી છે.

દર વર્ષે 2થી 3 હજાર જેટલી સીટો ખાલી પડી રહી છે. જેના કારણે હવે પ્રવેશ પ્રક્રિયામાં પણ કેટલાક ફેરકાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 34 ગ્રાન્ટેડ, 10 સરકારી અને 60 સ્વનિર્ભર પીટીસી કોલેજો છે.

Next Story