Connect Gujarat
Featured

પુડુચેરી : કોંગ્રેસની સરકાર પડી ભાંગી, ફ્લોર ટેસ્ટ બાદ મુખ્યમંત્રી નારાયણસામીનું રાજીનામું

પુડુચેરી : કોંગ્રેસની સરકાર પડી ભાંગી, ફ્લોર ટેસ્ટ બાદ મુખ્યમંત્રી નારાયણસામીનું રાજીનામું
X

પુડુચેરી ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરવા માટે સોમવારે સવારે એક દિવસીય વિશેષ સત્ર યોજાયું હતું. જેમાં વર્તમાન સરકારનો ફ્લોર ટેસ્ટ કરાયો હતો. આ ફ્લોર ટેસ્ટમાં CM નારાયણસામી બહુમતિ સાબિત કરી શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે, વિશેષ સત્રમાં મુખ્યમંત્રી વી નારાયણસામીએ ગૃહમાં વિશ્વાસનો મત રજૂ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહને કહ્યું કે તેમની સરકાર પાસે બહુમતી છે. જોકે, પાછળથી આજે નારાયણસામીની સરકાર બહુમતી ગુમાવી દીધી હતી અને તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું.

Next Story
Share it