Connect Gujarat
ગુજરાત

પંજાબના લુધિયાણાના ગિલમાં પ્રોલાઇફ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનો આજથી શુભારંભ

પંજાબના લુધિયાણાના ગિલમાં પ્રોલાઇફ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનો આજથી શુભારંભ
X

અંકલેશ્વરની પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના નવલા સોપાન સમી પ્રોલાઇફ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનો પંજાબના લુધિયાણાના ગિલ ખાતે રવિવારના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે. ૧૦૦ બેડ અને અદ્યતન સુવિધાઓથી સજજ હોસ્પિટલનો પ્રારંભ પંજાબ સરકારના કેબીનેટ મંત્રી ભરતભુષણ આશુજીના પત્ની મમતાજીના વરદ હસ્તે કરાયો હતો.

ઇન્ડસ્ટ્રીઝ, સામાજીક અને શિક્ષણ સહિતના ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ હવે દર્દીઓને વધુ સારી સુવિધાઓ અને સારવાર એક જ છત નીચે મળી રહે તે માટે આરોગ્યક્ષેત્રે પણ આગળ ધપી રહી છે.

લુધિયાણાના માલેરકોટલા રોડ પર ગિલ ખાતે રવિવારના રોજ પ્રોલાઇફ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનો રવિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરની આગવી ઓળખ બની ચુકેલા પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના નવલા સોપાનનો પ્રારંભ પંજાબ સરકારના કેબીનેટ મંત્રી ભરતભુષણ આશુજીના પત્ની મમતાજીના વરદ હસ્તે કરાયો હતો.

આ પ્રસંગે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એમ.એસ.જોલી, લુધિયાણા (ગિલ)ના ધારાસભ્ય કુલદીપસિંગજી વૈદ અને તેમના પુત્ર અને કાઉન્સીલર હરકરણ સિંગ, કોંગ્રેસના સિનિયર આગેવાન કમલજીતસિંહ કરવાલ, પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડીરેકટર ડૉ. એચ.એસ.જોલી,કરણસિંગ જોલી,અનુપ્રિતસિંગ જોલી,યુશીકા જોલી અને યોગેશ પારીક સહિતના મહેમાનો તેમજ અંકલેશ્વર નોટીફાઇડના પ્રમુખ ભરતભાઇ પટેલ, ભરૂચના માજી ડી.વાય.એસ.પી કૌશિકભાઇ પંડ્યા ,ઉદ્યોગ પતિ વલ્લભભાઇ ફળદુ ,મુંબઇના પ્રોફેસર અરૂણ સાયગલ સહિત કમલેશભાઇ પટેલ અને વંદનભાઇ અગ્રવાલ હાજર રહયાં હતાં.

૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં એડવાન્સ લેપ્રો સર્જરી, ગેસ્ટ્રોઇન્સટેન્શનલ સર્જરી, વેઇટ લોસ સર્જરી, યુરોલોજી, ન્યુરોલોજી,ઓર્થોપેડીક, પ્લાસ્ટીક સર્જરી, વાસ્કુલયર સર્જરી, કેન્સર સર્જરી, ઇએનટી સર્જરી, ઇન્ટરવેન્ટીનેશનલ રેડીઓલોજી, સીટી સ્કેન, ડીજીટલ એકસરે, અલ્ટ્રાસાઉન્ડ, મેમોગ્રાફી, કલર ડોપ્લર, ઇસીજી, ઇકો- ટીએમટી તથા લેબોરેટરીની તમામ સુવિધાઓ મળી રહેશે.

આ ઉપરાંત હોસ્પિટલની મેડીકલ સેવાઓમાં ઇન્ટરનલ ડીસીન, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, સાઇકાટ્રી, કોસ્મેટોલોજી, રેસ્પીરેટોરી મેડીસીન્સ, એન્ડોક્રીનોલોજી, કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, ડાયેટ્રી, ફીઝીયોથેરાપીનો સમાવેશ થવા જાય છે. દર્દીઓને એક જ છત નીચે તમામ સુવિધાઓ પુરી પાડતી હોસ્પિટલમાં આધુનિક સાધનો, મોડયુલર ઓપરેશન થીએટર, એન્સથેસીયા એન્ડ પેનઇ કલીનીક, બલ્ડ બેંક અને 24 કલાક ટ્રોમા એન્ડ ઇમરજન્સી સેન્ટર પણ કાર્યરત રહેશે. હોસ્પિટલમાં ફાર્મસી, એમ્બયુલન્સ, કેન્ટીન, વેલેટ પાર્કિંગ સુવિધા પણ દર્દીઓ તથા તેમના સ્વજનો માટે ઉપલબ્ધ રહેશે. આમ લુધિયાણા તથા આસપાસના વિસ્તારના લોકોને હવે ઘરઆંગણે જ આધુનિક સુવિધાઓ યુકત આરોગ્યલક્ષી સેવાઓ મળી રહેશે.

Next Story