સિંધુએ થાઈલેન્ડની ઈન્તાનોનને હરાવતાં હવે જાપાનની નોઝોમી ઓકુહારા સામે કાલે ફાઇનલ રમશે.

ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ ચીનમાં રમાઈ રહેલી BWFની (બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન) વર્લ્ડ ફાઇનલ્સની સેમી ફાઇનલમાં થાઈલેન્ડની રચાનોક ઇન્તાનોનને 21-16, 25-23થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ ગેમમાં સિંધુના ક્રોસ શૉટ્સના લીધે ઇન્તાનોનને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જયારે બીજી ગેમમાં 0-4થી પાછળ રહ્યા બાદ ઇન્તાનોને જોરદાર વાપસી કરીને મેચને 23-23 પોઇન્ટ સુધી લઈ ગઈ હતી. વર્લ્ડટુર ફાઇનલ્સની ફાઇનલમાં આવતી કાલે પીવી સિંધુનો મુકાબલો જાપાનની વર્લ્ડ નંબર 5 નોઝોમી ઓકુહારા સામે થશે.

LEAVE A REPLY