Connect Gujarat
Featured

ફ્રાંસથી 7,000 કીમીનું અંતર કાપી 5 રાફેલ વિમાનનું અંબાલા એરબેઝ પર "સેફ લેન્ડીંગ"

ફ્રાંસથી 7,000 કીમીનું અંતર કાપી 5 રાફેલ વિમાનનું અંબાલા એરબેઝ પર સેફ લેન્ડીંગ
X

ભારત દેશ પાસે જે ફાઈટર પ્લેન છે તે હવે અતિઆધુનિક રહ્યા નથી. જોકે ભારતે છેલ્લા 20 વર્ષથી કોઈ પણ ફાઈટર પ્લેનની ખરીદી નથી કરી. જેનું મોટું કારણ રાજનીતિ છે, જ્યારે હવે પાકિસ્તાન અને ચીન ભારત દેશની સરહદને ખરાબ નજરોથી જોઈ રહ્યું છે, ત્યારે તુફાની મતલબ એવા રાફેલ ફાઈટર પ્લેન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાફેલ ફાઈટર પ્લેન ભારતીય વાયુ સેના માટે એક ઉપહાર સમાન છે. જેનાથી સેનાના જવાનોનું મનોબળ પણ ઘણું મજબૂત બનશે.

ભારતીય વાયુસેના પાસે કુશળ મેન પાવર છે. પરંતુ તે લેવલના ફાઇટર વિમાનોની ક્ષમતા અડધી જ રહી છે. જોકે ભારતને ફાઈટર પ્લેનની પણ જરૂર હોવાથી રાફેલ ફાઈટર પ્લેન ખરીદી કરીને ભારતીય વાયુસેનાની તાકાતની ક્ષમતામાં વધારો કર્યો છે. રાફેલ ફાઈટર જેટ્સ મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલોથી સજ્જ છે. મીટિયર વિજુઅલ રેન્જની પેલે પાર પણ પોતાનો ટાર્ગેટ હિટ કરનારી અત્યાધુનિક મિસાઈલ છે. તે તેની આ ખાસિયત માટે આખી દુનિયામાં જાણીતી છે. સ્કાલ્પ લગભગ 300 કિમી સુધી તેના ટાર્ગેટ પર ચોક્કસ નિશાન લગાવીને તેને નષ્ટ કરી શકે છે.

ફ્રાન્સના મેરિનેક એરબેઝથી 2 સુખોઈ એરક્રાફ્ટના રક્ષા કવચ સાથે 5 રાફેલ ફાઇટર પ્લેનનો પહેલો કાફલો ભારત આવવા રવાના થયો હતો. તા. 29 જુલાઇના રોજ 7 હજાર કિમીનું અંતર કાપીને પાંચેય રાફેલ ફાઇટર પ્લેનોએ ભારતના હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે સેફ લેન્ડિગ કર્યું હતું. જોકે પાકિસ્તાનની અલગ-અલગ બોર્ડર અંબાલા એરબેઝથી 200થી 300 કિલોમીટર જ દૂર છે. ઉપરાંત ચીન બોર્ડર પણ આ એરબેઝથી નજીક છે, ત્યારે હવે અંબાલામાં રાફેલ ફાઇટર પ્લેનની તૈનાતી બન્ને દેશોને કવર કરશે. ઉપરાંત કોરોના મહામારીના કારણે રાફેલ વિમાનોની ડિલિવરી મોડી થઈ છે. જોકે ડિસેમ્બર 2021માં તેનો અંતિમ જથ્થો મળે તેવી શક્યતા રહેલી છે.

Next Story