Connect Gujarat
Featured

RBI મોનેટાઈઝેશન પર પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો વિરોઘ, કહ્યું સરકારનુ દેવુ પોતાના માથે ન લે

RBI મોનેટાઈઝેશન પર પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો વિરોઘ, કહ્યું સરકારનુ દેવુ પોતાના માથે ન લે
X

હાલ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને RBIની મોનિટાઈઝેશન પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. રઘુરામ રાજને જણાવ્યું કે, આર્થિક મંદી વચ્ચે સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે RBI પોતાની બેલેન્સ શીટ વધારીને સરકારનું દેવું પોતાના માથે લઈ રહી છે.

RBI અનેક ઉભરતા માર્કેટમાં આ પોલિસી અપનાવી રહ્યું છે, પરંતુ દરેક ચીજની કિંમત હોય છે અને મફતમાં કશું જ નથી મળતું. જે સમસ્યાનું સ્થાયી સમાધાન નથી, પરંતુ તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

રાજને વધુમાં કહ્યુ કે દરેક બાબતની એક સીમા હોય છે. આ પ્રકારે વધુ નોટો સપ્લાયની પણ એક મર્યાદા છે. જે મર્યાદિત સમય માટે જ હોય છે. જ્યારે સંપૂર્ણ લૉકડાઉન હટશે ત્યારે તેની નકારાત્મક અસર જોવા મળશે. જેની સીધી અસર ફાઈનાન્સિયલ સેક્ટર પર પડશે

Next Story