Connect Gujarat
ગુજરાત

રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચમાં માર્ચ પાસ્ટ યોજાઈ

રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચમાં માર્ચ પાસ્ટ યોજાઈ
X

૩૧ મી ઓક્ટોબર-૨૦૧૯ ના રોજ સરદાર વલ્લભભાઈ

પટેલ્ની જન્મજ્યંતિ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં હોસ્ટેલ

ગ્રાઉન્ડ ખાતેથી માર્ચ પાસ્ટનું આયોજન હાથ ધરાયું હતું. સહકાર રાજ્ય મંત્રી

ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ

પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ,

ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા.

સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું

હતું કે, સરદાર સાહેબની ૧૪૪ મી જન્મ જ્યંતિની સમગ્ર દેશમાં

રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે

પોતાના કૌશલ્ય અને શક્તિ દ્વારા દેશને સંકટોમાંથી બચાવ્યું. તેઓના કારણે જ અખંડ

ભારતનું નિર્માણ શક્ય બન્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, અખંડ

ભારતના શિલ્પી સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ આપનો દેશ વિશ્વકક્ષાએ સર્વોત્તમ

સ્થાન હાંસલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ડગમાંડી રહ્યો છે.

વડાપ્રધાનના કર્મઠ નેતૃત્વ હેઠળ સરદાર સાહેબની સૌથી ઉંચી પ્રતિમા ૧૮૨ મીટરની

સ્ટેચ્યુ ઓફ યુનિટિ પ્રતિમાનું નિર્માણ કરીને યુગો યુગો સુધી સરદાર સાહેબના વિચારો,

તેમણે કરેલા કાર્યોને આવનારી પેઢી સતત પ્રેરણા લેતી રહે તેવા ઉમદા

હેતુથી સાચા અર્થમાં ભાવાંજલી અર્પણ કરી છે તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું. દેશને

અખંડિત રાખવાના સરદાર સાહેબના પ્રયાસોનો સંદેશ જન સમુદાય સુધી પહોંચે તેવી અપેક્ષા

તેમણે વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ અખંડ ભારતના

શિલ્પી એવા સરદાર સાહેબની જન્મજ્યંતિએ તેમણે વંદન કરી સૌને આવકારી માર્ચ પાસ્ટના

માધ્યમથી એકતાનો મેસેજ જનસમુદાય પહોંચે તેવી અપેક્ષા સેવી હતી.

માર્ચ પાસ્ટના પ્રારંભે પોલીસ જવાનો દ્વારા

સલામી આપી મંત્રી તથા મહાનુભાવોને આદર આપ્યો હતો. માર્ચ પાસ્ટ હોસ્ટેલ ગ્રાઉન્ડથી

નીકળી પાંચબતી સર્કલ થઈ રેલ્વે સ્ટેશને સમાપન થઈ હતી. પોલીસ બેન્ડની સુરાવલી સાથે

શિસ્તબધ્ધ રીતે નીકળેલી માર્ચ પાસ્ટમાં પોલીસ જવાનો NCC, NSS ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Next Story