Connect Gujarat
દુનિયા

રાહુલે ફરીથી ચાઇના મુદ્દે સરકારને ઘેરી, ટ્વીટ કરી પિતા રાજીવ ગાંધીની ક્લિક કરેલ તસવીર

રાહુલે ફરીથી ચાઇના મુદ્દે સરકારને ઘેરી, ટ્વીટ કરી પિતા રાજીવ ગાંધીની ક્લિક કરેલ તસવીર
X

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદના મુદ્દે રાહુલ ગાંધી ફ્રંટ ફૂટ પર છે અને સરકારને ઘેરી રહ્યા છે. મંગળવારે, તેમણે ફરી એક વાર ટ્વીટ દ્વારા સવાલો પૂછ્યા.

સીમા વિવાદને લઈને લદાખમાં હાલ ભારત અને ચીનની સેના આમને-સામને છે. ગાલવાન ખીણની ઘટના બાદ બંને સેના વચ્ચેના તણાવને શાંત કરવા બેઠકો ચાલી રહી છે. દરમિયાન, કોંગ્રેસ પાર્ટી સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે અને સત્ય કહેવાની અપીલ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ફરી એકવાર સરકાર પર નિશાન સાધતા પૂછ્યું કે શું ચીને ભારતીય જમીન પર કબજો કર્યો છે?

મંગળવારે રાહુલ ગાંધીનું ટ્વીટ વિશેષ છે, ચીનના વિવાદ મામલે રાહુલે સરકારને પ્રશ્ન પૂછ્યો છે. તેમણે લખ્યું કે અમે ચીની આક્રમણની વિરુદ્ધ એકતામાં ઉભા છીએ, શું ચીને ભારતીય ભૂમિ પર કબજો કર્યો છે? આ સાથે રાહુલ ગાંધીએ એક તસવીર શેર કરી છે, જે ગેલવાન વેલી, પેંગોંગ તળાવ જેવી લાગે છે.

https://twitter.com/RahulGandhi/status/1275259004738957312?s=20

આ ફોટો પર ક્રેડિટ રાજીવ ગાંધીને આપવામાં આવી છે, એટલે કે આ તસવીર પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ લીધી છે. પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી નેતા સિવાય તેઓ પાઇલટ હતા, સાથે જ તેમને ફોટોગ્રાફીમાં ખૂબ રસ હતો.

આપને જણાવી દઇએ કે, ચીનનાં મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકાર ઉપર આક્રમક હુમલો કરવામાં આવી રહ્યો છે. સોમવારે જ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. મનમોહનસિંહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી નીતિના મામલે તેમના શબ્દો સમજી વિચારીને વાપરવા જોઈએ, કારણ કે તેઓ (ચીન) તેનો ઉપયોગ પ્રોપોગેંડામાં કરી શકે છે.

મનમોહનસિંઘના નિવેદન પછી, સમગ્ર કોંગ્રેસ પાર્ટી લગભગ એક લાઇન પર આવી હતી અને મનમોહનના નિવેદનને દોહરાવી સરકારને ઘેરી હતી. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપરાંત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓએ મનમોહનસિંહને પ્રતિક્રિયા આપી હતી. બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે યુપીએના કાર્યકાળ દરમિયાન, જ્યારે ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી, ત્યારે સરકાર શાંત રહેતી હતી.

Next Story
Share it