Connect Gujarat
Featured

રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત 5 લોકોને હાથરસમાં જવાની મંજૂરી, ડીએનડી પર કોંગ્રેસના કાર્યકરો ઉપર પોલીસનો લાઠીચાર્જ

રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત 5 લોકોને હાથરસમાં જવાની મંજૂરી, ડીએનડી પર કોંગ્રેસના કાર્યકરો ઉપર પોલીસનો લાઠીચાર્જ
X

હાથરસના કૌભાંડને લઈને રાજકારણ ચરમ પર છે. રાહુલ ગાંધી પુરા જોશ સાથે દિલ્હીથી હાથરસ જવા નીકળ્યા હતા. રાહુલની કાર બહેન પ્રિયંકા ગાંધીએ ચલાવી હતી. રાહુલ અને પ્રિયંકા ગાંધીની સાથે વહીવટીતંત્રએ કુલ 5 લોકોને હાથરસની મુલાકાત માટે મંજૂરી આપી છે.

યુપીના હાથરસમાં દલિત મહિલા સાથે બળાત્કારની ઘટનાના મામલે પીડિત પરિવાર સાથે મળવા મક્કમ રહેલા કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને યુપી પોલીસે ડીએનડી પર અટકાવી દીધા હતા. કોંગ્રેસના નેતાઓ સાથે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો DND પર જમા થઈ ગયા છે. આ સમય દરમિયાન પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને યુપીમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. પોલીસ પ્રશાસનનું કહેવું છે કે રાહુલ અને પ્રિયંકા સહિત પાંચ લોકોને હાથરસ જવા દેવામાં આવ્યા છે. ભારે હંગામો મચાવ્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ડીએનડીની આગળ જવાની મંજૂરી આપવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ ડીએનડી પર જમા કોંગ્રેસના સેંકડો કાર્યકરોને સમજાવ્યું હતું કે પોલીસે તેમને હાથરસ જવા મંજૂરી આપી છે, હવે અમને આગળ આવવા દો અને પોલીસને સહયોગ કરો. રાહુલ ગાંધીએ કાર્યકરોને કહ્યું છે કે પી.એલ. પુનિયા, ગુલામ નબી આઝાદ, પ્રમોદ તિવારીને પણ આગળ જવા દેવા જોઈએ. પરંતુ કાર્યકરો પીછેહઠ નહીં કરતાં યુપી પોલીસે ડીએનડી પર કોંગ્રેસના કાર્યકરોને હટાવવા લાઠીચાર્જ કર્યો હતો.

વહીવટી તંત્રએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસ જવા અને પરિવારની મુલાકાત લેવાની શરતી મંજૂરી આપી છે. જેમાં માસ્ક સહિત કોરોનાથી સંબંધિત અન્ય પ્રોટોકોલનું અનુસરણ કરવું પડશે. આ પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 35 સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે હાથરસ જવા રવાના થયા હતા. યુ.પી. પોલીસે ડી.એન.ડી. પર સુરક્ષાના પગલા ભર્યા હતા. તેમના નેતાને જોઈને ઉત્સાહિત કોંગ્રેસના કાર્યકરો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. કાર્યકરોના ભારે જમાવડાને કારણે ડી.એન.ડી. પર જામની સ્થિતિ સર્જાઇ હતી.

Next Story