Connect Gujarat
દેશ

કોરોના વેક્સીનને લઈ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને પૂછ્યા આ 4 સવાલ

કોરોના વેક્સીનને લઈ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને પૂછ્યા આ 4 સવાલ
X

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી કોરોના વેક્સીનને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ટ્વિટ કરી ચાર સવાલ કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર તરફથી તેને અટકાવવા માટે નવા પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાન ગુજરાત સહિત ફરીથી કેટલાક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. એવામાં તમામ લોકો ખૂબ જ આતુરતાથી કોરોનાની વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોના વેક્સીન દેશમાં માર્ચ સુધી અથવા એ પહેલા આવી શકે છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી કોરોના વેક્સીનને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ટ્વિટ કરી ચાર સવાલ કરવામાં આવ્યા છે.

https://twitter.com/RahulGandhi/status/1330821819461353473

રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને જણાવવું જોઈએ કે-

  1. તમામ કોરોના વેક્સીનમાં ભારત સરકાર કોની પસંદગી કરશે અને કેમ?
  2. કોને પહેલા કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવશે અને વિતરણની શુ રણનીતિ રહેશે ?
  3. શું વેક્સીનને ફીમાં આપવાને લઈ પીએમ કેયર્સ ફંડનો ઉપયોગ કરવામાં આવશે ?
  4. 4- ક્યાં સુધીમાં ભારતીયોને વેક્સીન આપવામાં આવશે ?

Next Story