Connect Gujarat
દેશ

રાહુલ ગાંધીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

રાહુલ ગાંધીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
X

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને લઇને કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ફુગાવાના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, જ્યારે મોદી સરકાર ટેક્સ વસૂલાતમાં વ્યસ્ત છે.

એક સપ્તાહમાં ચોથી વાર ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો નવી સર્વાધિક ઊંચાઈને સ્પર્શ્યાના એક દિવસ બાદ પૂર્વ કોંગ્રેસ પ્રમુખનો સરકાર પર પ્રાહાર.

"મોદીજીએ જીડીપી (ગેસ, ડીઝલ અને પેટ્રોલ) ના ભાવમાં જબરદસ્ત વૃદ્ધિ કરી છે," ગાંધીએ હિન્દીમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું, "મોંઘવારીને કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, જ્યારે મોદી સરકાર ટેક્સ વસૂલાતમાં વ્યસ્ત છે."

કિંમતોમાં વધારાથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 85.70 રૂપિયા અને મુંબઇમાં 92.28 રૂપિયા થઈ ગયો છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલનો દર 75.88 રૂપિયા અને મુંબઇમાં 6૨.66 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે, તેમ ભાવના આંકડા દર્શાવે છે.

Next Story