Connect Gujarat

રાજસ્થાન: સ્વાસ્થ્ય સુવિધા આપવામાં નબળી ગેહલોત સરકાર, કોટામાં અત્યાર સુધીમાં 104 બાળકોના મોત

રાજસ્થાન: સ્વાસ્થ્ય સુવિધા આપવામાં નબળી ગેહલોત સરકાર, કોટામાં અત્યાર સુધીમાં 104 બાળકોના મોત
X

રાજસ્થાનના કોટામાં

બાળકોના મોતની પ્રક્રિયા અટકી રહી નથી. મૃત્યુઆંક 104 પર પહોંચી ગયો છે. વર્ષના

પહેલા દિવસે 3 બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળકનું

ગુરુવારે મોત થયું હતું. કોટાના પ્રભારી પ્રધાન પ્રતાપસિંહ

ખાચરીયાવાસ અને આરોગ્ય પ્રધાન રઘુ શર્મા પણ આજે કોટા પહોંચી રહ્યા છે. આ ઉપરાંત

કેન્દ્રની ઉચ્ચ સ્તરીય ટીમ પણ કોટા રહેશે.

રાજસ્થાનના કોટામાં

બાળકોના મોતની પ્રક્રિયા અટકી રહી નથી. મૃત્યુઆંક 104 પર પહોંચી ગયો છે. વર્ષના

પહેલા દિવસે 3 બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળકનું

ગુરુવારે મોત થયું હતું. કોટાના પ્રભારી મંત્રી પ્રતાપસિંહ

ખાચરીયાવાસ અને આરોગ્ય મંત્રી રઘુ શર્મા પણ આજે કોટા પહોંચશે.

આ ઉપરાંત કેન્દ્રની

ઉચ્ચ સ્તરીય ટીમ પણ આજે કોટામાં આવશે. કોટામાં મોતનો આંકડો કોઈ નવી વાત

નથી. 2014માં 15719 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1198

બાળકોને બચાવી શકાયા ન હતા. પછીના વર્ષે 2015માં 17579 બાળકોને દાખલ કરાયા હતા, જેમાં 1260 બાળકો મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2018 અને 2019માં પણ આ સિલસિલો ચાલુ રહ્યું હતો.

વિશેષ ટીમ કરશે નિરીક્ષણ

કેન્દ્રીય આરોગ્ય

મંત્રાલયની એક વિશેષ ટીમ જે.કે. લોન હોસ્પિટલમાં જશે. આ ટીમમાં જોધપુર એઇમ્સના

નિષ્ણાંત ડોકટરો, આરોગ્ય, નાણાં અને પ્રાદેશિક નિર્દેશક સામેલ થશે. આ ઉપરાંત જયપુરના નિષ્ણાતોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કોટાની આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડિસેમ્બરમાં લગભગ 100 બાળકોનાં મોત નીપજ્યાં

છે.

કેન્દ્રએ તમામ શક્ય

સહાયનો આપ્યો ભરોસો

કેન્દ્રીય આરોગ્ય

પ્રધાન ડો.હર્ષ વર્ધનને જણાવ્યું કે તેમણે આ અંગે રાજસ્થાનના મુખ્ય પ્રધાન સાથે

વાત કરી છે. તેમના મતે, કેન્દ્ર સરકારે રાજસ્થાન સરકારને બાળકોની સારવારમાં તમામ શક્ય સહાય આપવાનો

વિશ્વાસ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બાળરોગ ચિકિત્સકોની એક ટીમ પણ

રાજસ્થાન મોકલી દેવાઈ છે, જેથી બાળકોના મોતને રોકી શકાય.

Next Story
Share it