Connect Gujarat
Featured

રાજસ્થાન : જીપ અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 8ના નિપજ્યાં મોત

રાજસ્થાન : જીપ અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 8ના નિપજ્યાં મોત
X

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનેલ અકસ્માતમાં એક જ પરિવારના આઠ સભ્યોનાં મોત નીપજ્યાં છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડીરાત્રે ટ્રેલર અને એક જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી જીપ અને ટ્રેલર અથડાતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં મધ્ય પ્રદેશમાં રહેતા એક જ પરિવારના આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

અકસ્માત નેશનલ હાઈવે 52 પર બન્યો હતો. અકસ્માતની જાણ થતાંની સાથે જ સદર પોલીસ મથક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢ્યા હતા. માર્ગ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. જોકે, ત્રણ વર્ષની બાળકીને બચાવી લેવામાં આવી છે. ઘાયલની સારવાર માટે જયપુર રિફર કરાયા છે. આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં ચાર પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ છે. આ પરિવાર ખાટુ શ્યામજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે આ ગોજારો અકસ્માત પરિવારને નડ્યો.

Next Story