Connect Gujarat
દેશ

રાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન

રાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન
X

રાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની ટીમમાં ભરૂચ જિલ્લામાંથી અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના વતની મોહમદ રીઝવાન દાઉદ લિંબાડાની પસંદગી થવા પામી હતી. પ્રતિયોગિતામાં ગુજરાત અને તમિલનાડુની ટીમ વચ્ચે ક્રિકેટની ટુર્નામેંટ યોજાઇ હતી. તા. 3જી ડિસેમ્બરના રોજ જયપુર ખાતે ક્રિકેટની ટુર્નામેંટનો મુકાબલો યોજાયો હતો. ગુજરાતની ટીમે પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 135 રન બનાવ્યા હતા, જેને ચેઝ કરતા તમિલનાડુની ટીમ માત્ર 67 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

ગુજરાતની ટીમમાં પસંદગી થતાં અને ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી રમતવીર તરીકે પ્રતિનિધિત્વ કરનાર મોહમદ રીઝવાન દાઉદ લિંબાડાએ પોતાનું શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી રાષ્ટ્રીય કક્ષાની “દિવ્યાંગ ક્રિકેટ પ્રતિયોગિતા-2019”માં ગુજરાત અને સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Next Story