રાજસ્થાન : ગેહલોત સરકારને સચીન પાયલોટે બચાવી, જુઓ શું કહયું વિધાનસભામાં

0

રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલાં વિવાદનો અંત આવ્યો છે. શુક્રવારના રોજ વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. જેમાં સચીન પાયલોટ અને અશોક ગેહલોટ વચ્ચે ચાલી રહેલાં વિવાદનો અંત આવતાં રાજસ્થાનની ગેહલોટ સરકારે વિશ્વાસનો મત જીતી લીધો છે.

રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચીન પાયલોટ તથા તેમના જુથના 18 ધારાસભ્યોની બળવાખોરી બાદ રાજસ્થાનની ગેહલોટ સરકાર ખતરામાં આવી ગઇ હતી. અશોક ગેહલોટને કોંગ્રેસના 98 અને અન્ય 4 મળી 102 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત હતું. એક મહિના બાદ સચીન પાયલોટ તથા તેમના સમર્થક ધારાસભ્યો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળવા માટે પહોંચ્યાં હતાં. જયાં પ્રિયંકા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓએ તેમની તમામ માંગણીઓ અને સમસ્યાઓનો ઉકેલ લાવી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. મોવડી મંડળની ખાતરી બાદ સચીન પાયલોટ કોંગ્રેસમાં પરત આવી ગયાં છે.

શુક્રવારના રોજ મળેલા વિધાનસભાના સત્ર પહેલાં વિધાનસભામાં કોંગ્રેસની રણનીતિ તૈયાર કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે ગુરુવારે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં સચિન પાયલટ અને તેમના જૂથના 18 ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. મીટિંગમાં ગેહલોતે કહ્યું કે, જે થયું એ બધુ ભૂલી જાવ.આ 19 ધારાસભ્યો વગર પણ બહુમતી સાબિત કરી દીધી હોત, પણ ખુશી ન મળત. ગેહલોતે કહ્યું કે, અમે પોતે વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું. જે ધારાસભ્ય નારાજ છે, તેમની નારાજગી દુર કરીશું. શુક્રવારે વિધાનસભાના સત્રમાં ગેહલોટ સરકારે વિશ્વાસનો મત મેળવી લીધો હતો. વિશ્વાસના મત પર ચર્ચા દરમિયાન સચીન પાયલોટે પોતાને કોંગ્રેસના બહાદુર યોધ્ધા ગણાવ્યાં હતાં જયારે મંત્રી શાંતિલાલ ધારીવાલે જણાવ્યું હતું કે, મોદી અને શાહની રાજસ્થાન સરકાર ઉથલાવી દેવાની ઇચ્છા પર પાણી ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here