Connect Gujarat
Featured

રાજસ્થાન : હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં કુદરતનું અફાટ સૌદર્ય, રીંછોએ પણ માણ્યો વરસાદનો આનંદ

રાજસ્થાન : હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં કુદરતનું અફાટ સૌદર્ય, રીંછોએ પણ માણ્યો વરસાદનો આનંદ
X

રાજસ્થાનમાં આવેલાં હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ કુદરતનું અફાટ સૌર્દય જોવા મળી રહયું છે. વરસાદના કારણે ચારે તરફ લીલોતરીની સાથે ખળખળ વહી રહેલાં ઝરણા સહેલાણીઓને આર્કષી રહયાં છે. વરસાદી માહોલમાં રીંછો પણ લટાર મારવા માટે નીકળ્યાં હતાં.

ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ વરસાદ વરસી રહયો છે. ગુજરાતની નજીકમાં આવેલું માઉન્ટ આબુ સહેલાણીનું ફરવા માટેનું પ્રિય સ્થળ છે. હાલ ચાલી રહેલાં ચોમાસા દરમિયાન માઉન્ટ આબુનું સૌદર્ય સોળે કલાએ ખીલી ઉઠયું છે. ચારે તરફ હરિયાળીના કારણે ધરતીમાતાએ લીલી સાડી ધારણ કરી હોય તેમ લાગે છે. પહાડો પરથી વહેતાં ઝરણા સહેલાણીઓને આર્કષી રહયાં છે.

માનવી જયારે કુદરતનો નજારો માણી રહયો હોય તો પ્રાણીઓ પણ કેમ બાકાત રહે. વરસતા વરસાદમાં ત્રણ રીંછોનો સમુહ પણ જંગલમાંથી બહાર આવી ગયો હતો. ત્રણેય રીંછોએ વરસાદમાં ભીંજાવાનો આનંદ લીધો હતો.

Next Story