Connect Gujarat
Featured

રાજસ્થાન : પાયલટની અરજી પર 24 જુલાઈએ આવશે હાઈકોર્ટનો નિર્ણય, સ્પીકર નહી કરી શકે ત્યાં સુધી કોઈ કાર્યવાહી

રાજસ્થાન : પાયલટની અરજી પર 24 જુલાઈએ આવશે હાઈકોર્ટનો નિર્ણય, સ્પીકર નહી કરી શકે ત્યાં સુધી કોઈ કાર્યવાહી
X

રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ અને 18 અન્ય ધારાસભ્યોની અરજી પર રાજસ્થાન હાઈકોર્ટ 24 જુલાઈએ ચૂકાદો આપશે. ત્યાં સુધી પાયલટ જૂથને થોડી રાહત મળશે.

વિધાનસભાના અધ્યક્ષના વકીલે જણાવ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે વિધાનસભા અધ્યક્ષને અયોગ્યતા નોટીસ પર કાર્યવાહી શુક્રવાર સુધી ટાળવાનો અનુરોધ કર્યો છે.અરજીમાં પાયલટ અને 18 ધારાસભ્યોને રાજ્ય વિધાનસભા અધ્યક્ષ તરફથી અયોગ્ય કરવા સંબંધી નોટીસ જાહેર કરવાને પડકારવામાં આવી છે. આ અરજી પર મુખ્ય ન્યાયધીશ ન્યાયમૂર્તિ ઈંદ્રજીત મહંતી અને ન્યાયમૂર્તિ પ્રકાશ ગુપ્તાએ શુક્રવારે સુનાવણી શરૂ કરી અને દલીલો સોમવાર સુધી સાંભળવામાં આવી.

આ કેસમાં આજે સવારે 10.30 વાગ્યે ફરી સુનાવણી શરૂ થઈ હતી. પાયલટ અને કૉંગ્રેસના અન્ય બાગી ધારાસભ્યો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ અરજીકર્તાઓના પક્ષમાં દલીલો પૂરી કરી હતી.

Next Story