Connect Gujarat
Featured

રાજસ્થાન : આર્મીની વર્દી પહેરીને દારૂની હેરાફેરી કરતાં અમદાવાદ અને જામનગરના 2 શખ્સો પોલીસના હાથે ઝડપાયા

રાજસ્થાન : આર્મીની વર્દી પહેરીને દારૂની હેરાફેરી કરતાં અમદાવાદ અને જામનગરના 2 શખ્સો પોલીસના હાથે ઝડપાયા
X

દિલ્હીથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાની ચોંકાવનારી તરકીબ સામે આવી છે. જેમાં રાજસ્થાનના સિરોહીમાં ચેકપોસ્ટ પર આર્મીના નંબર પ્લેટવાળી લક્ઝુરિયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના સિરોહીમાં ચેકપોસ્ટ પર પોલીસે આર્મીના નંબર પ્લેટવાળી લક્ઝુરિયસ કારને થોભાવી હતી. જેમાં કારની ડ્રાઇવર સીટ અને બાજુની સીટ પર આર્મીની વર્દી પહેરેલ 2 વ્યક્તિઓ જોવા મળ્યા હતા.

રાજસ્થાન પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર સવાર ડ્રાઈવર સહિત અન્ય વ્યક્તિની વધુ પૂછપરછ કરતાં તેઓએ જામનગર જિલ્લાનો હર્ષદ રામજી પડિયા અને અમદાવાદના સાબરમતીનો મહેશ રાવજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે કારમાંથી વિદેશી દારૂની 588 નંગ બોટલ જપ્ત કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story