Connect Gujarat
Featured

રાજકોટ: બ્લડ બેન્ક અને હોસ્પિટલની બેદરકારીના કારણે 14 વર્ષનો બાળક HIV પોઝેટિવ થયો ? જુઓ શું છે મામલો

રાજકોટ: બ્લડ બેન્ક અને હોસ્પિટલની બેદરકારીના કારણે 14 વર્ષનો બાળક HIV પોઝેટિવ થયો ? જુઓ શું છે મામલો
X

રાજકોટ શહેરમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકને બ્લડ બેન્ક દ્વારા એચ.આઈ.વી. વાળુ બ્લડ આપી દેવાતા બાળક એચ.આઈ.વી.પોઝેટિવ થયો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે કોંગ્રેસે પણ વિરોધ નોધાવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે હોસ્પિટલ તંત્રના કર્મચારીઓ દ્વારા ચેડા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પીડિત પરિવાર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન ડોક્ટર હેમાંગ વસાવડા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જવાબદારોને કડકમાં કડક સજા કરવા ની રજૂઆત કરી હતી. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં બાળકના પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા.

બાળકના પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર એક વર્ષનો હતો ત્યારથી સિવિલ હોસ્પિટલમાં આવેલ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે તેને નિયમિત થેલેસેમિયાગ્રસ્ત હોવાના કારણે બ્લડ ચઢાવવામાં આવે છે. બ્લડ બેન્ક દ્વારા બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલ ની કેટલી ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા મારા બાળકને એચ.આઈ.વી. વાળુ બ્લડ આપી દેવામાં આવ્યું હતું. જેના કારણે મારો દીકરો હાલ એચઆઇવી પોઝિટિવ થયો છે.

કોંગ્રેસે આક્ષેપ કરતાં કહ્યું હતું કે 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકનો HIV રિપોર્ટ મે 2020 સુધી નેગેટિવ હતો. બ્લડ ચડાવ્યા બાદ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV બ્લડ ચડાવી દીધું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

Next Story