Connect Gujarat
Featured

રાજકોટ : લગ્નમાં મહિલાઓ પહેરીને આવી 2.15 કરોડ રૂપિયાનું સોનું

રાજકોટ : લગ્નમાં મહિલાઓ પહેરીને આવી 2.15 કરોડ રૂપિયાનું સોનું
X

રાજકોટમાં આહિર સમાજની મહિલાઓએ 500 તોલાથી વધુ સોનુ પહેરીને આવી અનોખું આર્કષણ ઉભું કર્યું હતું. મહિલાઓએ પહેરેલા સોનાના ઘરેણાઓની બજાર કિમંત 2.15 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટમાં શનિવારના રોજ આહિર સમાજના લગ્ન યોજવામાં આવ્યા હતા. સબાડ પરિવારના આંગણે રૂડો અવસર આવ્યો હતો. રાજકોટના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર વિજય વાંકના સાળા અર્જુન સબાડની જાન રજવાડી સ્ટાઈલમાં નીકળી હતી. જાનમાં વરરાજા અર્જુન ખુદ હાથી પર સવાર થયા હતા. રજવાડી જાનમાં ૨૦ જેટલા ઘોડા, ઘોડાગાડી,બળદ ગાડુ, વિન્ટેજ કાર, ઊંટ તેમજ દેશનું નંબર વન બેન્ડ તેમજ ૨૦ જેટલા ભાલા અને ઢાલ સાથે જાનૈયાઓ સામેલ થયા હતા. સૌરાષ્ટ્રમાં આહિર ભરવાડ મેર ક્ષત્રિય સહિતના સમાજમાં લગ્ન પ્રસંગો દરમ્યાન વધુ માત્રામાં સોનુ પહેરવાનો રિવાજ છે.

ત્યારે આ લગ્નમાં પણ મહિલાઓએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કર્યા હતાં. તો સાથે તેમણે 500 તોલાથી પણ વધુ સોનુ ધારણ કર્યું હતું શહેરના એસી ફુટ રોડ પર નીકળેલ રજવાડી જાન ને જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો પણ ઉમટી પડ્યા હતાં. બજારમાં સોનાના એક તોલાનો ભાવ હાલ 43,000 ને પાર પહોંચ્યો છે ત્યારે 500 તોલા થી પણ વધુ સોનુ પહેરેલી આ મહિલાઓ રજવાડી જાનમાં આકર્ષણનું એક કેન્દ્ર બની હતી. આમ હાલના બજાર ભાવે જો 500 તોલા સોનાની કિંમત જોવા જઈએ તો તેનો આંકડો 2.15 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે.

Next Story