રાજકોટ: ખોડીયાર નગરમાં બોમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, બે વર્ષ પૂર્વે કર્યો હતો ટાઈમ બોમ્બ પ્લાન્ટ

હવે વાત ગુનાખોરી ના હબ બની ચૂકેલા રાજકોટ ની.
રાજકોટમાં બે વર્ષ પૂર્વે ખોડીયાર નગર માંથી મળી ટાઈમબોંબ પ્લાન્ટ કરવામાં આવ્યો
હતો. જો કે ટેકનિકલ ખામી ના કારણે ટાઈમ બોમ્બ ફૂટયો ન્હોતો જેથી ઘણી જિંદગીઓ બચી
ગઈ હતી. ત્યારે છેલ્લા બે વર્ષથી ટાઈમ બોમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી ફરાર હતો.
જેની રાજકોટ અસોજી એ ધરપકડ કરી છે.
૧૪ ફેબ્રઆરી ૨૦૧૭ના રોજ દલપત વ્યાસ નામના
વ્યક્તિના ઘરની બહાર દેશી ટાઈમ બોમ્બ મુકવામાં આવ્યો હતો. રાત્રીના સમયે આ બોમ્બ
પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. બોમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી દિનેશ ગીણોયા પોતે ઇલેક્ટ્રીશિયન
હોવાથી દેશી ટાઈમ બોમ્બ બનાવવાની પદ્ધતિ જાણતો હતો. જેના કારણે તેને તેની પ્રેમિકા
અંજુ નું ઘર પચાવી પાડનાર દલપત વ્યાસના ઘરની બહાર બોમ્બ પ્લાન્ટ કરવાનું નક્કી
કર્યું હતું. ત્યારે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ રાજકોટ પોલીસને શંકાસ્પદ વસ્તુ મળી
આવ્યાનો ફોન આવતાની સાથે માલવિયા નગર પોલીસ, એસોજી તેમજ
બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચી બોમ્બ થી સૌ પ્રથમ લોકોને
દૂર કર્યા. જે બાદ બોમ્બ ને ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો.
બોમ્બ ડીફ્યુઝ કર્યા બાદ રાજકોટ પોલીસને શોધ હતી.બોમ્બ
પ્લાન્ટ કરનાર આરોપીઓને. પરંતુ ૩૦ - ૩૦ દિવસ વીત્યા બાદ પણ હાથે ન્હોતો લાગી રહ્યો
એક પણ સુરાગ. ત્યારે બોમ્બ બનાવવામાં જે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે
બેટરીના નંબર પરથી પોલીસના હાથે લાગ્યો એક એક સુરાગ, બસ પછી
એક બાદ એક કડીઓ મળતી ગઇ અને એટીએસએ ધરપકડ કરી ત્રણ જેટલા આરોપીઓની જેમના નામ હતા
અંજુ, તેનો દીકરો જયદીપ અને જસદણ તાલુકામાં રહેતો પ્રવીણ
સોલંકી. જો કે જે તે સમયે બોમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી દિનેશ ગીણોયા ઝડપાયો
નહોતો. જે બાદ રાજકોટ એસોજી એ જસદણ તાલુકા ના વતની એવા ચંદુ વાઘાણીની ધરપકડ કરી
હતી.
છેલ્લા બે વર્ષથી ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસ જેને શોધી રહી હતી તે દિનેશ ગીણોયા એક બાદ એક સ્થળ બદલી રહેતો હતો. ત્યારે રાજકોટ એસોજી ના હાથે મુખ્ય આરોપી દિનેશ ગીણોયા ત્યારે ઝડપાયો જ્યારે તેને જામીન પર છૂટેલ પ્રેમિકા અંજુના ઘરે મળવા જવા માટે અંજુને કોલ કર્યો. બસ આજ એક કોલની રાહ જોતી હતી રાજકોટ પોલીસ.આ કેસમાં અત્યાર સુધીમાં દિનેશ ગીણોયા સહિત કુલ ૫ સખ્શો ની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વે પકડાયેલ ૪ આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. જો કે મુખ્ય આરોપી દિનેશ ગીણોયા ને રાજકોટ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.