Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો, પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટ : ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો, પોલીસે હાથ ધરી તપાસ
X

રાજકોટ જિલ્લાના

ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ સ્વામીનારાયણ ગુરૂકૂળમાંથી ધોરણ 10ની પરીક્ષા આપવા ગયેલ

ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો.

મળતી માહિતી અનુસાર, સંગ્રામસિંહજી હાઇસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીના

બદલે પરીક્ષા આપવા ડમી તરીકે તેનો ભાઈ બેઠો હોય જેની પરીક્ષાની રીસીપ્ટમાં ચેકચાક

જણાતા સુપરવાઇઝર દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ પરીક્ષા સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં તપાસ કરતા ડમી વિદ્યાર્થી ઝડપાઈ જવા

પામ્યો હતો. આ સાથે ડમી વિદ્યાર્થીએ પોતે પોતાના ભાઈના બદલે પરીક્ષા આપી રહ્યો

હોવાનું કબૂલ્યું હતું. રીસીપ્ટમાં ચેકચાક કરી ફોટો

બદલી ખોટા સહી સિક્કા કરી હોવાનું જણાવતા શિક્ષણ અધિકારીએ પોલીસ ફરિયાદ કરવા તજવીજ

હાથ ધરી હતી.

Next Story