Connect Gujarat
Featured

રાજકોટ : મિત્રોની પૈસાની જરૂરીયાત પુરી કરવા મિત્રએ ઘડયો પ્લાન, જુઓ પછી શું થયું

રાજકોટ : મિત્રોની પૈસાની જરૂરીયાત પુરી કરવા મિત્રએ ઘડયો પ્લાન, જુઓ પછી શું થયું
X

રાજકોટ જિલ્લાનાજેતપુર થાણા ગાલોલ રોડ પર આવેલાં ભીડભંજન મહાદેવ પાસે આઠ દિવસ પહેલા થયેલી લુંટના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. પોલીસે કાવતરામાં સામેલ તેના બે મિત્રો સહિતના આરોપીની ધરપકડ કરી છે.

તારીખ ૧૧ના રોજ થાણા ગાલોળથી જેતપુર સીટીના આવા તરફના રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદીની સ્વીફ્ટ ગાડી તેમજ રોકડ રકમ રૂ.30000 અને ફોન ઢીકાપાટુનો માર મારી લુંટ કરવામાં આવી હોવાની ફરિયાદ ઉપલેટાના નીરવ ચાવડાએ નોંધાવી હતી. આ બનાવને ગંભીરતાથી ધ્યાને લઇ રાજકોટ ગ્રામ્ય પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદના એક વ્યક્તિની માહિતી મળતા એ વ્યક્તિનો કોન્ટેક્ટ ફરિયાદી સાથે હોવાની વિગતો બહાર આવી હતી.ફરિયાદી ખુદ પોતાના મોબાઈલમાં બીજો નંબર પણ વાપરતો એ જેનાથી મોબાઇલ ટ્રેસ કરતા ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. ફરિયાદી તેમજ તેના બે સાથી મિત્રો પ્રકાશ ગોવિંદભાઈ વારોતરીયા તેમજ જીતેન્દ્ર રમણીકભાઈ અગ્રાવત રહે ઉપલેટા આ ગુનાને અંજામ આપ્યો હતો પ્લાનિંગ મુજબ ગાડી અને રોકડ રૂપિયા લઇ બંને મિત્રો નીકળી ગયા બાદ ફરિયાદી નીરવ ચાવડા પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ લખાવી હતી .ફરિયાદી નીરવ ચાવડા પોતે વેપારી હોય અને દર મહિને વડીયા પૈસાનું કલેક્શન કરવા જતો હોય જેમાં ત્રણેય મિત્રોને પૈસાની જરૂર હોય જેના લીધે આ ગુનાને અંજામ આપ્યો.

Next Story