Connect Gujarat

રાજકોટ : આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કરાતા મચ્છરો શહેર તરફ વળ્યા, જુઓ પછી આરોગ્ય વિભાગે શું કર્યું..!

રાજકોટ : આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કરાતા મચ્છરો શહેર તરફ વળ્યા, જુઓ પછી આરોગ્ય વિભાગે શું કર્યું..!
X

રાજકોટ શહેરની આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કર્યા બાદ મચ્છરો શહેર તરફ વળ્યા છે, ત્યારે મચ્છરોના વધુ પડતાં ત્રાસને કારણે સતત એક મહિનાથી મનપા દ્વારા ફોગિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

છેલ્લા 6 વર્ષથી આજી નદીમાં ગાંડી વેલની સમસ્યા નડતરરૂપ હોવાથી યાર્ડના વેપારીઓ અને મજૂરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ અને મજૂરો દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડની બહાર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જે બાદ તંત્રની આંખ ખુલતા તંત્ર દ્વારા વેલને દૂર કરવા માટે સુરતથી મશીનરી પણ મંગાવવામાં આવી હતી. જે મશીનરીથી વેલને દૂર કરાતા આજી નદીમાં રહેલા મચ્છરો શહેર તરફ વળ્યા હતા.

સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા મચ્છર મુદ્દે કમિશનર ઉદીત અગ્રવાલને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ આરોગ્ય વિભાગ દ્વારા દરેક વોર્ડમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મચ્છરોનો ઉપદ્રવ ધટાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અત્રે મહત્વનું છે કે, કોંગ્રેસ દ્રારા મનપાને મચ્છરોના ત્રાસ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી, જે બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. જોકે ભાજપે કોંગ્રેસના કાર્યકરો મચ્છરોના મુદ્દે રાજકારણ રમતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

Next Story
Share it