વહેલી સવારથી જ લોકો દેવ દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી રહ્યા છે

આજથી હિંદુઓનું નવું વર્ષ શરૂ થયું છે. વિક્રમ સંવત 2075ની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વહેલી સવારથી જ લોકો દેવ દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી રહ્યા છે. બીજી તરફ મંદિરોમાં પણ ભગવાનને રીઝવવા અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં 1500થી પણ વધુ વ્યંજનો તૈયાર કરી ભગવાનને ધરાવવામાં આવ્યા છે.
ભગવાનને ધરાવેલા અન્નકુટમાં ફરસાણ, મીઠાઈ અને કેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. વહેલી સવારના 5 વાગ્યાથી સ્વામિનારાયણ મંદિરના રસોડામાં ભગવાન માટે તેમના ભક્તો એ રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી. બપોરના 12 વાગ્યાથી લઈ 7 વાગ્યા સુધી દર કલાકે ભાવિ ભક્તજનો અન્નકૂટ આરતીનો લાભ લઇ શકશે. જે બાદ આવતીકાલે હજારો ભક્તોને આ અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવશે.

LEAVE A REPLY