Connect Gujarat
Featured

રાજકોટ : બેડી માર્કેટ યાર્ડમાં નવ દિવસથી ચાલતી હડતાળ આખરે સમેટાય

રાજકોટ : બેડી માર્કેટ યાર્ડમાં નવ દિવસથી ચાલતી હડતાળ આખરે સમેટાય
X

રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ અને એજન્ટોની નવ દિવસથી ચાલી આવતી હડતાળનો આખરે અંત આવ્યો છે. હડતાળ સમેટાઇ ગયાં બાદ જણસોની હરાજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા નવ નવ દિવસથી બંધ પડેલું રાજકોટનું માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું હતું. બુધવારે યાર્ડના સત્તાધીશોએ કમિશન એજન્ટ એસોસિએશનની ઓફિસને તાળું મારી દેતા અને ત્રણ આગેવાનોને નોટીસ આપતાં આંદોલન ઢીલું પડે તેવા એંધાણ વર્તાઇ રહયાં હતાં. .જો કે યાર્ડ ચાલુ કરાવવાને લઇને પણ યાર્ડના સત્તાધીશો અને કમિશન એજન્ટ એસોસિએશનમાં વિરોધાભાષી નિવેદન જોવા મળ્યા હતા.કમિશન એજન્ટોએ મુખ્યપ્રધાનની ખાતરી બાદ યાર્ડ શરૂ કરવામાં આવ્યુ હોવાનો દાવો કર્યો હતો જ્યારે યાર્ડના સત્તાધીશોએ આને કડક કાર્યવાહીનું પરિણામ ગણાવ્યુ હતુ,,

બીજી તરફ હડતાલની સૌથી વધારે માઠી અસર ખેડૂતોને પડી છે. ખેડૂતો જે ઉપજ વેચવા માટે આવ્યા હતા તે નવ દિવસથી ધુળ ખાય રહી હતી અને તેમને પશુ પક્ષીઓએ નુકશાન પહોંચાડ્યુ હતું સાથે સાથે કેટલીક મગફળીઓની બોરી પણ ગુમ થઇ હોવાની ઘટના સામે આવી હતી જેના કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો..નવ દિવસથી યાર્ડ બંધ રહેતા કરોડો રૂપિયાના ટર્ન ઓવર અટકી ગયું હતુ ત્યારે આજે ફરી યાર્ડ ધમધમતુ થતા યાર્ડના સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

Next Story