જાહેર માર્ગ ઉપર નશાની હાલતમાં નેપાળી યુવક વાહનો રોકી ધમલ કરી રહ્યો હતો

રાજકોટમાં દિવસે અને દિવસે અસામાજીક તત્વોની દાદાગીરી વધી રહી છે. ત્યારે લુખ્ખાગીરી કરતા અસામાજીક તત્વોને પોલીસે જાહેરમાં સરભરા કરવાનું શસ્ત્ર હાથમાં લીધું છે. ભક્તિ નગર પોલીસે શહેરના કેવડાવાડી પાસે દારૂ પીને જાહેરમાં ડીંગલ કરતાં નેપાળી શખ્સને ઝડપી પાડ્યો હતો. જે રસ્તામાં વાહનો રોકી લુખ્ખાગીરી કરી રહ્યો હતો.

સ્થાનિક લોકોએ નેપાળી શખ્સ રાજુ સોંલકીને પકડી પોલીસને સોંપ્યો હતો. ત્યારે ભક્તિ નગર પોલીસે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરી તેની જાહેરમા સરભરા કરી હતી. ઝડપાયેલો રાજુ સોલંકી નામનો નેપાળી શખ્સ જાહેરમાં બે હાથ જોડી લોકોની માફી મંગાવી હતી. તો સાથે જ જણાવ્યું હતું કે, હું ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારની દાદાગીરી નહીં કરુ, તેમજ દારૂ પણ નહીં પીઉં.

 

LEAVE A REPLY