Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ભાજપના ગણેશ મહોત્સવમાં પ્રતિમાને ટોઇંગ વાનમાં લઇ જવામાં આવી

રાજકોટ : ભાજપના ગણેશ મહોત્સવમાં પ્રતિમાને ટોઇંગ વાનમાં લઇ  જવામાં આવી
X

રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં ગણપતિ બાપ્પાની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. રાજકોટમાં ભાજપ દ્વારા પણ ગણેશજની સ્થાપના કરવામાં આવે છે. ભાજપે મેયરના બંગલોથી રેસકોર્સ સુધી શ્રીજીની સવારી કાઢવામાં આવી હતી પરંતુ તેમાં ટોઇંગ વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન મેયર બંગલોથી રેસકોર્ષ મેદાન સુધી દુંદાળા દેવની સ્થાપના કરવા માટે મૂર્તિ લઈ જવામાં આવી હતી. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે, ખુદ સીએમના પત્ની અંજલિ રૂપાણી અને મેયર બીનાબેન આચાર્ય પણ હાજર હતા તો સાથે જ બીજેપીના સ્થાનિક નેતાઓની હાજરીમાં આ મૂર્તિ ટોઈંગ વાનમાં લઈ જવામાં આવી હતી. ભાજપ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવે તો કોઇ નીતિ નિયમ નડતા નથી અને બેરોકટોક સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી. સમગ્ર ઘટના અંગે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, શ્રીજી મહોત્સવમાં આ રીતે ટ્રોલીનો ઉપયોગ કરવો હોય તો ખાનગી કોન્ટ્રાકટ વાળાએ આગળથી પોલીસ લખેલુ હટાવી દેવા સુચના આપી દેવામા આવશે..

Next Story