રાજકોટ : બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી હાલતમાં મળી, શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી

0
141

આખું વર્ષ દિવસ રાત વાંચન કરીને વિદ્યાર્થીઓ પોતાના ભાવીનું ઘડતર કરતા હોય છે, ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ-વીરપુર નેશનલ હાઈવે નજીકથી ધોરણ 10ની લેવાયેલી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ રઝળતી હાલતમાં મળી આવી હતી.

મળતી માહિતી અનુસાર, ગત 5 માર્ચથી શરૂ થયેલી એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાના વિજ્ઞાન વિષયની ઉત્તરવહીઓ ગોંડલ-વીરપુર નેશનલ હાઈવે નજીકથી રસ્તે રઝળતી હાલતમાં મળી આવી હતી. અંદાજે 500થી વધુ ઉત્તરવહીઓ મળી આવતા શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, ત્યારે બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓની હાલત પરિણામ આવતા પહેલા જ કફોડી બની છે.

આ વર્ષે વીરપુરને પ્રથમ વખત બોર્ડની પરીક્ષા માટે એસેસમેન્ટ સેન્ટર પ્રાપ્ત થયું છે, ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ રઝળતી હાલતમાં મળી આવવાના પગલે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ કરાતા ગાંધીનગરથી શિક્ષણ સચિવ તાત્કાલિક દોડી આવ્યા હતા. હાલ તો આ તમામ ઉત્તરવહીઓ પર લાગેલા સ્ટીકર પરથી તે મહેસાણા વિસ્તારના પરીક્ષા કેન્દ્રની હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here