Connect Gujarat
ગુજરાત

રાજકોટ : BSNLનાં ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયું કુટણખાનું

રાજકોટ : BSNLનાં ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયું કુટણખાનું
X

વર્ગ-૨નાઅધિકારી સહિત કુલ પાંચની કરાઇ અટકાયત

રાજકોટમાં બી.એસ.એન.એલના સરકારી ગેસ્ટ હાઉસમાં ચાલતા હાઇપ્રોફાઇલ કુટણખાનાનો પોલીસે પર્દાફાસ કર્યો છે. પોલીસ તપાસમાં બી.એસ.એન.એલનાં વર્ગ-૨ના અધીકારી અને કેરટેકર છેલ્લા ચાર મહિનાથી કુટણખાનું ચલાવતા હોવાનું સામે આવ્યં હતું. પોલીસે બી.એસ.એન.એલનાં અધીકારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી પાંચ રૂપલલનાઓને મુક્ત કરાવી હતી.

મંગળવારની રાત્રીના રાજકોટનાં પ્રદ્યુમનનગર પોલીસને ઇન્ટેલીઝન્સ બ્યુરો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, ચૌધરી હાઇસ્કુલ નજીક આવેલા બી.એસ.એન.એલનાં સરકારી ગેસ્ટ હાઉસમાં હાઇપ્રોફાઇલ કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. જેને આધારે પોલીસે રાત્રે ૧૨ વાગ્યે દરોડો પાડ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે, BSNLનાં વર્ગ-૨નાઅધીકારી અને બિલ્ડીંગનાં સુપરવાઇઝર પરાગ ઠાકર અને બિલ્ડીંગનાં કેરટેકર, તેની પત્ની મિનાક્ષી અને તેનો પુત્ર ગૌરવ આ કુટણખાનું ચલાવતા હતા. પોલીસે ઓરડાઓની તલાસી લેતા ઓરડાઓમાંથી પાંચ જેટલી રૂપલલનાઓ અને એક ગ્રાહક સંજય સવાણી મળી આવ્યો હતો. પોલીસે રૂપલલનાઓને મુક્ત કરાવી તમામ આરોપીઓની સામે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં આરોપી BSNLનાં કર્મચારી હરેશ ભુડિયાત્રા અને પરાગ ઠાકર મળીને કુટણખાનું ચલાવતા હતા. પરાગ ઠાકર બિલ્ડીંગનો સુપરવાઇઝર હતો જ્યારે આરોપી હરેશ ભુડિયાત્રા બિલ્ડીંગનો કેરટેકર હતો. સામાન્ય રીતે BSNLનાં ગેસ્ટહાઉસની અંદર એન્ટ્રી કરતી વખતે સિક્યોરીટી ગાર્ડ રજીસ્ટ્રરમાં એન્ટ્રી કરાવે છે.

પરંતુ છેલ્લા ચાર મહિનાથી ચાલતા આ હાઇપ્રોફાઇલ કુટણખાનાનું આરોપી પરાગ ઠાકરની મિઠી નજર હેઠળ ચાલતું હતું. જોકે પોલીસ તપાસમાં આરોપીઓએ કબુલાત આપી હતી કે, સરકારી ગેસ્ટ હાઉસનાં અલગ અલગ રૂમમાં રૂપલલનાઓ રાખતા હતા. જેમાં એ.સી અને નોન એ.સી રૂમ ભાડે આપતા હતા. સામાન્ય રીતે બહારથી આવતા લોકોને રૂપીયા ૨૫૦ થી લઇને ૫૦૦ રૂપીયા સુધીનાં રૂમની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હતી. તો રૂપલલના પૂરી પાડવાનાં ૧૦૦૦ થી ૨૫૦૦ સુધીનો ભાવ નક્કી કરતા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

BSNLનાં સરકારી ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ઝડપાયા બાદ અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. જો સરકારી દફતરમાં કુટણખાનું ચાલતું હતું તો ઉચ્ચ અધીકારીઓને કેમ ભનક પણ ન લાગી. સામાન્ય રીતે ગુજરાતનાં અન્ય શહેરો કે ગુજરાત બહાર થી આવતા BSNLનાં અધીકારીઓ આજ ગેસ્ટ હાઉસમાં ઉતરતા હતા. તો કેમ તેમને આ બાબતની કેમ જાણ પણ ન થઇ કે પછી આ હાઇપ્રોફાઇલ કુટણખાના પાછળ ઉચ્ચ અધીકારીઓની પણ મિઠી નજર હેઠળ ચાલતું હતું. હાલ પોલીસે તમામ આરોપીઓની પુછપરછ શરૂ કરી છે ત્યારે પોલીસ તપાસમાં કેટલા અધીકારીઓ અને લોકોના નામ સામે આવે છે તે જોવું રહ્યું.

Next Story