Connect Gujarat
ગુજરાત

રાજકોટ : કરોડપતિ પિતાની બે દીકરી લેશે દિક્ષા : સર્વસ્વ સુખ ત્યાગીને સાધ્વી બનશે

રાજકોટ : કરોડપતિ પિતાની બે દીકરી લેશે દિક્ષા : સર્વસ્વ સુખ ત્યાગીને સાધ્વી બનશે
X

વૈભવી જીવન જીવતી કરોડપતિ પિતની બે લાડકવાયી ૨૪ વર્ષીય ઉપાસના સંજયભાઈ શેઠ અને ૧૭ વર્ષીય આરાધના મનોજભાઈ ડેલીવાલા તા.૯મી ડિસેમ્બરના રોજ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. આ દીક્ષા ગ્રહણ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જૈન સમુદાયના લોકો એકઠા થશે.

જે ઉંમરમાં યુવક-યુવતીઓ કરિયરની વાતો કરતા હોય છે, મોંઘા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ તેમજ સોશિયલ મીડિયામાં માથુ ઘાલીને બેસેલા રહે છે, ત્યારે રાજકોટમા રહેતી બે જૈન વિદ્યાર્થીનીઓએ સંસારની મોહમાયા ત્યાગ કરીને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ઉપાસનાના પિતા સંજયભાઈ શેઠ ફાઉન્ડ્રી અને સ્ટીલ બિઝનેસ સાથે જોડાયેલ છે. કરોડપતિ પિતાની દીકરી ઉપાસનાએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. સાથે જ તેને બિઝનેસ મેનેજમેન્ટમાં પણ ઊંડો રસ છે.

ઉપાસના અંદાજે ૩૫ દેશો અને ૫૪ શહેરોની મુસાફરી કરી ચૂકી છે. પહેલા તેને આઈફો, કાર, ટેબલેટ અને બ્રાન્ડેડ સહિત અન્ય ચીજોનો બહુ જ શોખ હતો. તે આ બધુ જ શોખથી વાપરતી હતી. આ વૈભવી લાઈફસ્ટાઈલ ત્યજીને હવે તે સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. જ્યારથી તે શિબિરમા જવા લાગી ત્યારથી તેનું આખુ જીવન બદલાઈ ગયું હતું. આત્મ શુદ્ધિ માટે જૈન ધર્મની દીક્ષા લઈને સંયમનો માર્ગ અપનાવવા તે જઈ રહી છે

ઉપાસના સાથે જ આ રસ્તા પર નીકળી પડી છે આરાધના. આરાધનાના પિતા મનોજભાઈ ડેલીવાલા રાજકોટમાં ગિફ્ટ શોપ ચલાવે છે. આરાધનાએ ૧૦મી સુધી અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં હંમેશા અવ્વલ રહેલી આરાધનાએ ધોરણ-૧૦ બોર્ડમાં ૯૯.૯૪ ટકા અંક મેળવ્યા હતા અને છઠ્ઠા સ્થાન પર રહી હતી.

આરાધના પહેલેથી જ ધાર્મિક વાતાવરણમાં મોટી થઈ છે. તેનું કહેવું છે કે, જ્યારે તે માતાના ગર્ભમાં હતી,ત્યારથી જ ગુરૂવાણી સાંભળવા મળી રહી છે. બાળપણમાં તેના પિતા તેને સાધુવંદન સંભળાવતા હતા. જૈન શાળામાં પણ તે અભ્યાસ કરી ચૂકી છે. બાળપણથી જ તેનામાં ધાર્મિક સંસ્કાર આવી ગયા છે. વર્ષ 2015માં તેણે ગુરુજીના શિબિરમાં જવાનું શરૂ કરી દીધું હતું અને અચાનક તેના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. આરાધનાએ માતાપિતાની પરમિશન લઈને જૈન ધર્મની દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. આવી બે યુવતીઓ રાજકોટમાં ૯ ડિસેમ્બરના રોજ દીક્ષા પ્રાપ્ત કરશે, અને સાંસારિક જીવનને ત્યાગીને આત્મકાર્યના માર્ગ પર નીકળી પડશે.

Next Story