Connect Gujarat
ગુજરાત

રાજકોટ રોડ પર અકસ્માત માં કાર મારી ૬ વખત પલટી : બે ના મોત

રાજકોટ રોડ પર અકસ્માત માં કાર મારી ૬ વખત પલટી : બે ના મોત
X

સમગ્ર બનાવ બન્યો સીસીટીવી કેમેરામાં કેદ

જામનગર રાજકોટ વચ્ચે ધ્રોલ પાસે રાજકોટ તરફ થી આવતી કાર પર કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર ની ઝડપ એટલી પુરપાટ હતી કે કાર એ અકસ્માત સ્થળ પર આવેલ વીજ પોલને જમીનદોસ્ત કરી નાખ્યો હતો.

રાજકોટના ગોવિંદ રત્ન રેસીડેન્સી, મોવડી નજીક રહેતા જેન્તીભાઈ સાવલીયા પરિવાર કોઈ કામ સર જામનગર આવતા ધ્રોલ નજીક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પરીવારના મોભી જ્યંતી ભાઈ અને નાની બાળકી શીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો ગમ્ભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. થોડા દિવસ પૂર્વે બનેલા આ ગમખ્વાર બનાવના સીસીટીવી વિડીયો વાઇરલ થતા બનાવની ગમભીરતા જોવા મળી હતી.

Next Story