રાજકોટ: ઓસ્ટ્રેલીયા સામે ઐતિહાસિક જીત બદલ ચેતેશ્વર પૂજારના પિતા અરવિંદ પૂજારાએ શું કહ્યું જુઓ

0
National Safety Day 2021

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલીયા સામે ઐતિહાસિક જીત મેળવતા ટિમ ઇન્ડિયાના પ્લેયર ચેતેશ્વર પૂજારના પિતા અરવિંદ પૂજારાએ મીડિયા સાથેની વાતચીતમાં ખુશી વ્યક્ત કરી હતી.

બ્રિસ્બેન ના મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક જીત મેળવી છે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઈંડિયા એ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. ત્યારે BCCI તેમજ પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયા જે જીત મેળવી છે તેને બિરદાવી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પ્લેયર ચેરશ્વર પૂજારા ના પિતા અરવિંદ પૂજારાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની સાથોસાથ 32 વર્ષનો ગાબા સ્ટેડિયમનો જુનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

બ્રિસ્બેનમાં આપણે જે જીત મેળવી છે તે ઐતીતિહાસીક જીત છે. આ સિરીઝમાં સૌથી વધુ બોલ ચેતેશ્વર પૂજારાએ ફેસ કર્યા તે ખૂબ જ મહત્વનું છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો ત્યારે અમારા ઘરમાં પણ ખૂબ ખુશીનો માહોલ છવાયેલો હતો. મારી પૌત્રી પણ ક્રિકેટ ટીમની જીત થી ખુશ ખુશાલ થઈ ઝૂમી ઉઠી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here