Connect Gujarat
Featured

રાજકોટ: સી.એમ.રૂપાણી એર એમ્યુલન્સથી રાજકોટ પહોચ્યા, માસ્ક અને ફેસશિલ્ડ પહેરી પત્નિ સાથે કર્યું મતદાન

રાજકોટ: સી.એમ.રૂપાણી એર એમ્યુલન્સથી રાજકોટ પહોચ્યા, માસ્ક અને ફેસશિલ્ડ પહેરી પત્નિ સાથે કર્યું મતદાન
X

કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, ચૂંટણી પંચ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પણ મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં CM વિજય રૂપાણીને કોરોનાની સારવાર બાદ આજે જ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ત્યારે તેમણે કોરોનાની ગાઈડ લાઇનને અનુસરી અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફત રાજકોટ આવ્યા હતા અને તેઓ વોર્ડ નં-10 સ્થાનિક ઉમેદવાર હોવાથી તેમણે રૈયા રોડ પર આવેલ અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે પત્નિ અંજલી રૂપાણી સાથે ફેસશીલ્ડ અને માસ્ક પહેરી મતદાન કર્યુ હતું. CM વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Next Story