Connect Gujarat
ગુજરાત

રાજકોટ : આને કહેવાય રાજકારણ, કોંગ્રેસ શાસિત જિ.પં.માં કારોબારી ચેરમેન ભાજપના

રાજકોટ : આને કહેવાય રાજકારણ, કોંગ્રેસ શાસિત જિ.પં.માં કારોબારી ચેરમેન ભાજપના
X

રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઇ જતું હોય છે અને તેનું ઉદાહરણ રાજકોટ જિલ્લા પંચાયતમાં જોવા મળ્યું છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં સભ્ય નવાચેરમેન બન્યાં છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારે વિવાદ બાદ આજે મળેલી ખાસ બેઠકમાં કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં સત્તા સંપૂર્ણપણે કોંગ્રેસ પાસે છે છતાં ભારે વિવાદ ચાલતો હતો. કોંગ્રેસના નારાજ સભ્યો કારોબારી સમિતિના તત્કાલીન ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યાં હતાં. દરખાસ્ત મંજુર થાય તે પહેલાં કારોબારી સમિતિના મહિલા ચેરમેને રાજીનામું આપી દીધું હતું. તેમના બદલે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં કે.પી.પાદરીયાએ દાવેદારી નોંધાવી હતી.

કારોબારી સમિતિની ખાસ બેઠકમાં નવા ચેરમેન માટે યોજાયેલી ચુંટણીમાં નવા ચેરમેન તરીકે કે.પી.પાદરિયા ચુંટાઇ આવ્યાં છે. કારોબારી સમિતિના ચેરમેન કે.પી.પાદરિયા સામે એ.સી.બી.માં કેસ થયો હતો. જેનો ચુકાદો કોર્ટમાં પેન્ડિંગ છે. આજના ઘટનાક્રમ બાદ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં હવે ભાજપનું શાસન જોવા મળશે.

Next Story