Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ક્રિસ્ટલ મોલમાં શખ્સોએ છેડતી કરી તરુણીના પરિવારને માર્યો માર, ઘટના થઈ સીસીટીવીમાં કેદ

રાજકોટ : ક્રિસ્ટલ મોલમાં શખ્સોએ છેડતી કરી તરુણીના પરિવારને માર્યો માર, ઘટના થઈ સીસીટીવીમાં કેદ
X

રાજકોટ શહેરમાં ગત ગુરુવારની રાત્રે ક્રિસ્ટલ મોલમાં મારામારીની ઘટના સામે આવી હતી. એક તરુણી પોતાના પરિવારજનો સાથે ફિલ્મ જોવા માટે આવી હતી તે દરમ્યાન કેટલાક શખ્સોએ તરુણી વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી, જે બાદ તરુણીના પરિવારજનો અને અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો વચ્ચે બોલાચાલી બાદ મારામારી તાહિ હતી. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. શહેરના ક્રિસ્ટલ મોલમાં એક મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોતાના પરિવાર સાથે ફિલ્મ જોવા માટે આવેલી એક તરુણી વિષે કેટલાક શખ્સોએ અભદ્ર ટીપ્પણી કરી હતી. જે બાદ તરુણીના પરિવારજનો અને અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો અને તરુણીના પરિવારજનો વચ્ચે મારામારી પણ થઈ હતી. જે સમગ્ર ઘટના મોલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવ બાદ તરુણીના પરિવારજનો દ્વારા યુનિવર્સિટી પોલીસને ફરિયાદ નોંધાવવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજી અન્વયે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોકસો કલમ હેઠળ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો દ્વારા પણ તરુણીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવાની અરજી આપવામાં આવી છે. જે અન્વયે એસીપી પ્રમોદ દીયોરાએ જણાવ્યું હતું કે, અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો દ્વારા કરાયેલ અરજીની સત્યતા તપાસ્યા બાદ જ તરુણીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવામાં આવશે.

Next Story
Share it