રાજકોટ : વેણુ ડેમના બે દરવાજા ખોલાયા, જિલ્લાના ભાદર સિવાયના ડેમો ઓવરફલો

રાજકોટ જિલ્લાના ઉપલેટાનાં ગધેઠડ ગામે પાસે આવેલો છે વેણુ ડેમ ઓવરફલો થતાં બે દરવાજા ખોલવામાં આવ્યાં છે. મેઘરાજાની મહેરના પગલે જિલ્લાના ભાદર ડેમને બાદ કરતાં મોટાભાગના ડેમ ઓવરફલો થઇ રહયાં છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા છ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભાદર ડેમને બાદ કરતા તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. કેટલાક ડેમો તો અત્યાર સુધીમાં ત્રણ ત્રણ વાર ઓવરફ્લો થઈ ચૂક્યા છે. રાજકોનો આજી ડેમ છેલ્લા છ દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે ઉપલેટાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ ડેમ ઓવરફ્લો થતા વેણુ ડેમના બે પાટીયા હાલ ખોલવામાં આવ્યા છે. ડેમવાસ હેઠળ ના આવેલ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાથે જ નદી કિનારાના વિસ્તાર બાજુ ન જવા સૂચના પણ આપવામાં આવી છે. જે રીતે આ વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘ મહેર જોવા મળી છે. તેના કારણે જગતનો તાત ખુશખુશાલ થયો છે. તો આ વર્ષે રવીપાક મબલક પ્રમાણ માં થશે તેવી સૌ કોઈ આશા સેવી રહયાં છે.