રાજકોટ : ૨૫ દિવસથી લાપતા મયુર મોરી કચ્છમાંથી મળી આવ્યો, જાણો શું રહ્યો છે ઘટનાક્રમ

131

આખરે ૨૫માં દિવસે મેહુલ મોરી મળી આવ્યો છે. જી, હા રાજકોટમા ગત શનિવારના રોજ એક વિડીયો વાઈરલ કરવામા આવ્યો હતો. જે વિડીયોમા માર ખાનાર વ્યક્તિ મેહુલ મોરી હતો તે છેલ્લા ૨૪ દિવસથી ગુમ હતો. જે આખરે કચ્છથી મળી આવ્યો છે. ત્યારે પોલીસે પણ રાહતના શ્વાસ લિધા છે.

મિડીયા સાથેની વાતચીતમા મેહુલ મોરીએ કેટલાંક ચોંકાવનારા ખુલ્લાસાઓ કર્યા છે. મેહુલ મોરીએ ડો રાજાણી વિરૂધ્ધ આક્ષેપો કરતા જણાવ્યુ છે કે લાઈફ કેર હોસ્પિટલમા ગર્ભપાત અને ગર્ભપરીક્ષણ કરવામા આવતુ હતું. મે ગર્ભપાત કરવાની ના પાડી ત્યારે ડો. શયામ રાજાણી મારાથી નારાજ થઈ ગયા હતા. તેમજ મારી પાસે તેમના અનૈતિક સંબંધોને લઈ કેટલાંક પુરાવા હતા જેના લિધે તેઓ મારાથી નારાજ હતા. મે મારા પગાર વધારાની વાત કરી હતી. તેમજ હોસ્પિટલ છોડવાની પણ વાત કરી હતી. આ સમયે મને પગાર વધારવાના બહાને શહેરના ગ્રીન લેન્ડ ચોકડી ખાતે બોલાવવામા આવ્યો હતો. જ્યાથી મને એક્ષયુવી કારમા બેસાડી થોડે દુર લઈ જઈ માર મારવામા આવ્યો હતો. તેમજ મને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામા આવી હતી. તો સાથે જ મારી હત્યા કરી નાખવી જોઈએ તેવા શબ્દોનુ પણ ઉચ્ચારણ કરવામા આવ્યું હતું.

તો સમગ્ર મામલે  ડિસીપી ઝોન ૧ના રવિ મોહન સૈનીએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે વિડીયો વાઈરલ મામલે જે તે સમયે જ બિડીવીઝન પોલીસ સ્ટેશનમા શ્યામ રાજાણી, રાજુ અને રાહુલ મકવાણા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામા આવ્યો હતો. પોલીસને મયુર મોરી કચ્છમાંથી મળી આવ્યો છે. પોલીસને હ્યુમન ઈન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશનના આધારે સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમા મયુર કચ્છની કોઈ સિમેન્ટ કંપની મા કામ કરતો હોવાનુ જણાવ્યુ છે. શયામ રાજાણી માનતો હતો કે તેના અને કરીશમાના ડાયવોર્સ મયુરના લિધે થયા છે.

LEAVE A REPLY