Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ કૃષિ મંત્રીનાં પૂતળાનું થયું દહન, ભાવાંતર યોજનાની છે માંગ

રાજકોટઃ કૃષિ મંત્રીનાં પૂતળાનું થયું દહન, ભાવાંતર યોજનાની છે માંગ
X

સૌરાષ્ટ્ર પંથકનાં 26 જેટલાં યાર્ડમાં ગઈકાલથી ખરીદી અને હરાજી બંધ કરવામાં આવી

સૌરાષ્ટ્ર પંથકમાં આવેલા માર્કેટિંગ યાર્ડ પૈકી 26 જેટલાં યાર્ડમાં ગઈકાલથી જ વેપારીઓએ હડતાળ પાડી ખરીદી નહીં કરવાનું નક્કિ કર્યું છે. ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ ઉપર વેપારીઓ ઉતરી ગયા છે. વિરોધ પ્રદર્શનનાં ભાગરૂપે આજે રાજકોટમાં વેપારીઓએ કૃષિમંત્રીનાં પુતળાનું દહન કર્યું હતું. અને સાથે જ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. દિવાળીની રજા પડે તે પહેલા જ સૌરાષ્ટ્રનાં અનેક યાર્ડમાં ગઈ કાલથી જ કામ કાજ ઠપ્પ થઈ ચુક્યુ છે. જેની પાછળનું કારણ વેપારી એસોસીએશન દ્વારા આપવામાં આવેલું બંધનુ એલાન. વેપારીઓએ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની જગ્યાએ ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રભરના 26 જેટલા યાર્ડમાં બંધનુ એલાન આપ્યું હતું. જેની તબક્કાવાર અમલીકરણ ગઈ કાલથી જ જોવા મળ્યુ હતુ. યાર્ડમાં કોઈપણ જણસીની આવક થઈ નથી. જેથી વેપારીઓ અને કમિશન એજન્ટો પણ હરાજીની પ્રક્રિયાથી અળગા રહ્યા હતા. બીજી તરફ યાર્ડ સતાધીશોનું કહેવુ હતું કે આ પ્રકારની હડતાળથી ખેડૂતોને અને મજુરોને નુકશાન થાય છે. સાથે જ ટેકાના ભાવની ખરીદીમાં વેપારીઓને એક પણ રૂપિયાનુ કમિશન ન મળતું હોવાથી તેમના પેટે તેલ રેડાય છે.

ગઈ કાલથી જ સૌરાષ્ટ્રભરના યાર્ડમાં લેવાલી અને વહેંચવાલી બંધ થઈ ચુકી છે. આજરોજ રાજકોટ ખાતે ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કૃષિ મંત્રીનાં પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું.

Next Story