રાજકોટ : વીજકંપનીએ પાક ઉખેડી નાંખતા દેવકી ગાલોલના ખેડૂતે લીધી પ્રતિક સમાધિ

0
388

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામમાં ખેડૂતોએ  જેટકો કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીજપોલ નાંખવાની કામગીરી દરમિયાન કપાસના પાકને નુકશાન થયા બાદ વળતર નહિ ચુકવવામાં આવતાં ખેડૂત દંપતિએ તેમના ખેતરમાં જ પ્રતિક સમાધિ  લીધી હતી. 

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જેટકો દ્વારા 66 કેવીની વીજલાઇન નાંખવામાં આવી રહી છે. જેના માટે કેટલાક ખેતરોમાં ખોદકામ કરવામાં આવી રહયું છે. વીજ પોલ નાંખવા માટે એક ખેડૂતના ખેતરને ખેદાન મેદાન કરતા ખેડૂતોએ વળતરની માંગ કરી હતી. પરંતુ વીજ કંપની દ્વારા કોઇ વળતર ન અપાતા ખેડૂતની હાલત કફોડી બની છે.  ખેડૂત દંપતીએ કપાસના પાકમાં જ જમીનમાં દટાઇને પ્રતિક સમાધિ લઇ વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં માત્ર દંપતીનું મોઢુ જ બહાર દેખાય છે. અન્ય ખેડૂતો દ્વારા જેટકો કંપની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. બીજી તરફ ગામ દ્વારા વિરોધને નજરમાં લઇને જેટકો કંપનીએ પોલીસ રક્ષણ સાથે કામગીરી કરતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here