Connect Gujarat
ગુજરાત

રાજકોટ લિંબડી હાઈવે પર બે શખ્સ પર કરાયું 3 રાઉન્ડ ફાયરીંગ

રાજકોટ લિંબડી હાઈવે પર બે શખ્સ પર કરાયું 3 રાઉન્ડ ફાયરીંગ
X

સૌરાષ્ટ્રમા જાણે કે ચોરી લૂંટફાટ અને ફાયરીંગના બનાવો સામાન્ય બની ગયા હોઈ તેવુ લાગી રહ્યુ છે. રાજકોટ લિંબડી હાઈવે પર બે શખ્સ પર જુની અદાવતના કારણે ૩ રાઉન્ડ ફાયરીંગ કરવામા આવ્યા છે. કનેકટ ગુજરાત સાથેની વાતચિતમા ફરિયાદી નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમે કોર્ટ મુદ્દતે નવાણીયા અમારા ગામથી લિમડી કોર્ટે જતા હતા.

ત્યારે જુની અંગત અદાવતનો ખાર રાખી કાઠિ શખ્સોએ અમારા પર ફાયરીંગ કર્યુ હતુ. તમામ પાસે ૧૨2 બોરના કટ્ટા હોવાનુ પણ તેમણે જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે આચારસંહિત લાગુ હોવાથી તમામ હથિયાર ધારકોને પોતાના હથિયાર પોલીસ સ્ટેશનમા જમા કરાવવાનો આદેશ આપવામા આવ્યો છે. તેમ છતા કેટલાંક શખ્સો પાસે હજુ પણ પોતાના પરવાના વાળા અથવા તો ગેરકાયદે હથિયાર હોવાનુ સામે આવ્યુ છે. આમ, પોલીસની કામગીરી ઉપર પણ કેટલાંક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Next Story