Connect Gujarat
ગુજરાત

રાજકોટ : “ફ્લાવર-શૉ” બન્યો આકર્ષણનું કેન્દ્ર, રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

રાજકોટ : “ફ્લાવર-શૉ” બન્યો આકર્ષણનું કેન્દ્ર, રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ
X

રાજકોટ શહેરમાં આ વર્ષે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ મહા નગરપાલિકા દ્વારા ફ્લાવર-શૉનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ફ્લાવર-શૉ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ફ્લાવર-શૉમાં વિવિધ પ્રકારના આકર્ષણ હૈયાત ચીજવસ્તુઓને ધ્યાને રાખી અંદાજે 70 પ્રકારના ફૂલ-છોડ, ફોલીયેઝ પ્લાન્ટસ સર્કસ, હેંગીગ પ્લાન્ટસ તેમજ ફલાવર્સના પીલરથી સુશોભન કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ ફ્લાવર-શૉમાં ચરખો કાંતતા મહાત્મા ગાંધીની કૃતિ, મીઠાનો સત્યાગ્રહ, દાંડીકુચ, મહાત્મા ગાંધીના આફ્રિકાના પ્રવાસ, હનુમાનજીની પ્રતિમા, સાથોસાથ ફ્લાવર-શૉના મુખ્ય આકર્ષણોમાં ફ્લાવર ડોલ, હાર્ટ, મોર, ઘડો, હાર્ટ સાઈન, સાઈકલ ફ્લાવર્સથી સુશોભન, હેંગીગ બાસ્કેટ, હેંગીગ બાસ્કેટ, હેંગીગ પોર્ટ રાખવામાં આવ્યા છે. યુવા વર્ગ પોતાના ફીટનેશને જાળવી રાખે અને સ્પોર્ટસને પ્રમોશન માળે તેવા રમતગમતના સાધનોમાં ક્રિકેટ, ફૂટબોલ, બેડમીટન જેવી રમતોના સાધનોની મોટી પ્રતિમાઓને ફૂલોથી સજાવટ કરવામાં આવશે. ઉપરાંત શહેરમાં બગીચાના પ્લોટને લગતા પીલર્સ તેમજ ફ્લાવર સ્ટેન્ડમાં બાસ્કેટ દ્વારા હેંગીગ કરવામાં આવ્યા છે.

Next Story