Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં સગીરા સાથે મિત્રતા કેળવી આચર્યું સામુહિક દુષ્કર્મ

રાજકોટમાં સગીરા સાથે મિત્રતા કેળવી આચર્યું સામુહિક દુષ્કર્મ
X

રાજકોટમાં સગીરા પર સામુહિત દુષ્કર્મની ઘટનામાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. દિવાળીના તહેવારોમાં શેરીમાં જ રહેતી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યા બાદ મિત્રોનાં રૂમે લઇ જઇને ત્રણ શખ્સોએ ત્રણ દિવસ સુધી સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. જેને આધારે પોલીસે ત્રણેય નરાધમોની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે

રાજદીપ જમન રોલા, ચીરાગ અશોક દેપાણી અને જય રાજૂ કાછડીયા નામના શખ્સો પર આરોપ છે સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી અપહરણ કર્યા બાદ સામુહિક દુષ્કર્મ આચરવાનો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ સામુહિક દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેના ઘર પાસે જ રહેતા રાજદિપ રોલા નામના યુવાન સાથે તેને મિત્રતા હતી. ગત તારીખ 11 નવેમ્બરનાં આરોપી રાજદિપ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી મવડી ચોકડી નજીક આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મિત્ર જય અને ચિરાગનાં રૂમ પર લઇ ગયો હતો. જ્યાં આરોપી રાજદિપ, તેનો મિત્ર જય અને ચિરાગે સગીરા પર ત્રણ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરા ત્યાંથી ભાગી છુટવામાં સફળ થઇ હતી અને પરિવારજનોને જાણ કરતા સગીરાનાં પિતાએ પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.

પોલીસનાં કહેવા મુજબ, આરોપી રાજદિપ અને સગીરા એક જ વિસ્તારમાં રહેતા હોવાથી અવાર નવાર મુલાકાત થતી હતી. જેથી આરોપી રાજદિપે સગીરાને લગ્નની લાલચ આપી હતી અને અપહરણ કરી લઇ ગયો હતો. જોકે મિત્રનાં રૂમે લઇ ગયા બાદ આરોપી રાજદિપનાં મિત્રો જય અને ચિરાગે પણ દુષ્કર્મ ગુજાર્યું હોવાથી સગીરા નાશી ગઇ હતી અને સમગ્ર મામલે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાનું કબુલ્યું હતું. પોલીસ પુછપરછમાં આરોપી રાજદિપ, જય અને ચિરાગ એન્જીનિયરીંગનો અભ્યાસ કરે છે. જેમાં જય અને ચિરાગ એન્જીનિયરની નોકરીની શોધખોળ કરી રહ્યા હોવાથી પેઇનગેસ્ટ તરીકે મવડી વિસ્તારમાં રહે છે. ત્યારે પોલીસે તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.

બે દિવસની મિત્રતામાં સગીરાને આરોપી રાજદિપે આપેલી લગ્નની લાલચમાં આંધલો વિશ્વાસ કર્યો હતો અને પરિવારજનોને તરછોડી આરોપી રાજદિપ સાથે નાશી ગઇ હતી. જોકે નરાધમ પ્રેમી રાજદિપે તેનાં મિત્રો સાથે મળી સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરતા સગીરાને પોતાની ભુલનો અેહેસાસ થયો હતો અને નરાધમોની પકડમાંથી નાસી ગઇ હતી. જોકે પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.

Next Story