Connect Gujarat
ગુજરાત

રાજકોટ : અનોખી રીતે “ગુજરાતનો નક્શો” કરાયો દ્રશ્યમાન, જુઓ કેવો હતો “મશાલ પીટી”નો માહોલ

રાજકોટ : અનોખી રીતે “ગુજરાતનો નક્શો” કરાયો દ્રશ્યમાન, જુઓ કેવો હતો “મશાલ પીટી”નો માહોલ
X

આ વર્ષે ગુજરાત રાજ્યનો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે રાજકોટ જીલ્લાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા 5 દિવસથી રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની અભૂતપૂર્વ ઉજવણી ચાલી રહી છે.

રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાભરમાં અનેક વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે, ત્યારે શહેરની ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ગત શુક્રવારની સાંજે રાજકોટ શહેર પોલીસ દ્વારા મશાલ પીટી ઉત્સવ યોજાવામાં આવ્યો હતો. મશાલ પીટી દરમ્યાન જવાનોએ અનોખી રીતે ગુજરાતનો નક્શો મશાલ દ્વારા દર્શાવ્યો હતો. ઉપરાંત જય હિન્દ, સ્વચ્છ ભારત અને વેલકમ જેવા અદભૂત ચિત્રો દ્રશ્યમાન કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. તો સાથો સાથ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય મંત્રીઓ, સંસદ સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story