Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ગુરુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉજવી આશીર્વાદ લીધા

રાજકોટ : ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ગુરુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉજવી આશીર્વાદ લીધા
X

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે શ્રી રામજી મંદિર ખાતે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં ઉજવવામાં આવી રહેલ ગુરુપૂર્ણિમા નિમિતે ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર ચેતેશ્વર પુજારાએ વિશેષ આશીર્વાદ મેળવ્યા હતા.

અષાઢ માસની પુર્ણિમાને ગુરુ પુર્ણિમા તરીકે ઉજવવામા આવે છે. ત્યારે આજે સૌરાષ્ટ્રભરમાં ભાવભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગોંડલમાં આજે શ્રી રામજી મંદિર ખાતે પૂ. હરિચરણદાસજી મહારાજની નિશ્રામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામા આવી હતી. અહી ગઈ કાલ રાતથી જ અખંડ રામધૂન કરવામાં આવી હતી. તો સાથે જ વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ.

ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિતે ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર ચેતેશ્વર પુજારા પણ પૂ. હરિચારણદાસજી મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. તો સાથે જ મિડીયા સાથે વાતચીત કરતા ચેતેશ્વર પુજારાએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા મહોત્સવના દિવસે હું અચૂક ગુરુદેવના આશીર્વાદ લેવા માટે આવું જ છું. મોટી સીરીઝ કે મોટી મેચ રમવાનો હોય તો પણ તેમના આશીર્વાદ મેળવવા ચોક્કસ આવું છું. ગુરુદેવના આશીર્વાદથી જીવન ધન્ય બનતું હોય છે, ગુરુદેવના આશીર્વાદ હંમેશા તેઓના હરિભક્તો પર વરસતા રહે છે તેવુંતેઓએ અંતમાં જણાવ્યું હતું.

Next Story
Share it